India Forex Reserves : વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડ સ્તરે પહોંચ્યો, જાણો દેશની તિજોરીમાં કેટલા ડોલર જમા થયા

RBI દ્વારા જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક ડેટા દર્શાવે છે કે 3 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં આ વધારો મુખ્યત્વે વિદેશી ચલણ અસ્કયામતો (Foreign Currency Assets)માં વધારો થવાને કારણે થયો છે

India Forex Reserves : વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડ સ્તરે પહોંચ્યો, જાણો દેશની તિજોરીમાં કેટલા ડોલર જમા થયા
India Forex Reserves
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 8:03 AM

ભારતનું વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange Reserves/Forex Reserves) વિક્રમી સ્તરે પહોંચી ગયું છે. 3 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 8.895 અબજ ડોલર વધીને 642.453 અબજ ડોલર થયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank of India) એટલે કે આરબીઆઇ(RBI) દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે.

વિદેશી મુદ્રા ભંડાર 27 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 16.663 અબજ ડોલર વધીને 633.558 અબજ ડોલર થયું હતું. અગાઉ, 20 ઓગસ્ટ 2021 ના ​​રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 2.47 અબજ ડોલર ઘટીને 616.895 અબજ ડોલર થઈ ગયો હતો. 13 ઓગસ્ટ, 2021 ના ​​રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 2.099 અબજ ઘટીને 619.365 અબજ ડોલર થયું હતું. 6 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 621.464 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું.

FCA માં 8.213 અબજ ડોલરનો વધારો થયો છે RBI દ્વારા જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક ડેટા દર્શાવે છે કે 3 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં આ વધારો મુખ્યત્વે વિદેશી ચલણ અસ્કયામતો (Foreign Currency Assets)માં વધારો થવાને કારણે થયો છે, જે કુલ અનામતનો ભાગ છે. રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે રિપોર્ટિંગ સપ્તાહમાં દેશની FCA 8.213 અબજ ડોલર વધીને 579.813 અબજ ડોલર થઈ છે. FCA જે ડોલરમાં વ્યક્ત થાય છે અને તેમાં અન્ય વિદેશી ચલણના મૂલ્યમાં વધારો અથવા ઘટાડાની અસરનો પણ સમાવેશ થાય છે જેમ કે વિદેશી મુદ્રા ભંડારમાં રાખવામાં આવેલ યુરો, પાઉન્ડ અને યેનની અસર તેના ઉપર પડે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ગોલ્ડ રિઝર્વમાં પણ ઉછાળો આવ્યો છે ડેટા અનુસાર રિપોર્ટિંગ સપ્તાહમાં સોનાનો ભંડાર 642 મિલિયન ડોલર વધીને 38.083 અબજ ડોલર થયો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) માં દેશનો SDR (સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ) 29 મિલિયન ડોલર વધીને 19.437 અબજ ડોલર થયો છે જ્યારે IMF માં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 11 મિલિયન ડોલર વધીને 5.121 અબજ ડોલર થયું છે.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : આજે પેટ્રોલ – ડીઝલ મોંઘા થયા કે સસ્તા ? આ રીતે જાણો તમારા શહેરમાં ઇંધણના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો :  જો તમે ક્રેડિટ કાર્ડ બંધ કરાવી રહ્યા છો, તો આ બાબતોનું ધ્યાન રાખો નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે , જાણો વિગતવાર

g clip-path="url(#clip0_868_265)">