AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જૂનાગઢના MLA સંજય કોરડિયાને આવ્યો ધમકીભર્યો ફોન, 35 લાખ ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી, જુઓ Video

Breaking News : જૂનાગઢના MLA સંજય કોરડિયાને આવ્યો ધમકીભર્યો ફોન, 35 લાખ ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2025 | 2:39 PM
Share

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને ફોન પર ₹35 લાખની ખંડણી માટે ધમકી આપવામાં આવી હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર આંતરરાષ્ટ્રીય અજાણ્યા નંબર પરથી આવેલા કોલ પર આ ધમકી આપવામાં આવી હતી.

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને ફોન પર ₹35 લાખની ખંડણી માટે ધમકી આપવામાં આવી હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર આંતરરાષ્ટ્રીય અજાણ્યા નંબર પરથી આવેલા કોલ પર આ ધમકી આપવામાં આવી હતી. જો ખંડણી નહીં ચૂકવવામાં આવે તો ધારાસભ્ય અને તેમના સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ધમકી આપનારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ₹35 લાખની રકમ રોનક ઠાકુર નામના વ્યક્તિના નામે આંગડીયા મારફતે અમદાવાદ ખાતે મોકલવામાં આવે.

આ સમગ્ર મામલો ગઇકાલે સાંજે પ્રકાશમાં આવ્યો હતો. ધારાસભ્ય સંજય કોરડીયાને સૌપ્રથમ અજાણ્યા નંબર પરથી મેસેજ મળ્યા હતા અને ત્યારબાદ તેમને ફોન કરવામાં આવ્યો હતો. આ ધમકી મળતા જ સક્રિય ધારાસભ્ય સંજય કોરડીયાએ તાત્કાલિક ધોરણે પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમણે જૂનાગઢના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રિ સુધી ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આઇ.ટી. એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને સમગ્ર કેસની તપાસ જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને સોંપવામાં આવી છે.

LCB દ્વારા હાલ ધમકી આપનાર અજાણ્યા નંબરના લોકેશન ટ્રેસ કરવા અને કોલ ડિટેઇલ્સ મેળવવા સહિતની સઘન તપાસ ચાલી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ ધમકી આપનાર વ્યક્તિ ભારતમાં છે કે વિદેશમાંથી ફોન કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ ધમકી પાછળ કોઈ સ્થાનિક વ્યક્તિનો હાથ હોવાની શક્યતાને પણ પોલીસ નકારી રહી નથી અને તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ધારાસભ્યને મળેલી આ ધમકી બાદ તેમની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે. પોલીસ આ મામલે ઝડપથી આરોપીઓને પકડી પાડવા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા કટિબદ્ધ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">