ભવનાથ તળેટીનો આ વીડિયો તમને કરાવશે લીલી પરિક્રમાના દર્શન, જુઓ આકાશી દ્રશ્યો
ગુજરાતમાં લીલી પરિક્રમાનું અનોખુ મહત્વ છે. ત્યારે હાલમાં ભવનાથ તળેટી પર ચાલી રહેલી પરિક્રમામાં અનેક ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે. ગત વર્ષ ના અનુસંધાને આ વર્ષે રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ પરિક્રમા માટે પહોંચ્યા છે. 12 લાખ થી વધુ ભાવિક ભક્તો અત્યાર સુધી પરિક્રમા પૂર્ણ કરી ચૂક્યા છે. ત્યારે પરિક્રમા રૂટના આકાશી દ્રશ્યો સામે વાય છે.
જૂનાગઢની ભવનાથ તળેટીમાં લીલી પરિક્રમા માટેની ભીડ જામી છે. ત્યારે આજે ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક ભાવિકો અહીં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. મળતી માહિતી મુજબા લીલી પરિક્રમામાં ગત વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ગત વર્ષે 12 લાખ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી હતી. ચાલુ વર્ષે હાલ સુધીમાં 12.25 લાખ જેટલા ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી છે.
આ પણ વાંચો : ગીરનાર લીલી પરિક્રમાના પથ પર ઠલવાતા પ્લાસ્ટિક અંગે લોકોને જાગૃત થવા અપીલ, જુઓ વીડિયો
આ વખતે ભવનાથ તળેટીએ કુલ 13 લાખ ભાવિકો પરિક્રમા પૂર્ણ કરશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનુ છે કે હજુ 36 કિમી પરીક્રમા રૂટ પર એક લાખથી વધુ ભાવિકો પરિક્રમા કરી રહ્યા છે. પરિક્રમા કરનાર ભાવિકો માટે કરવામાં આવેલી વિવિધ તૈયારીઓને લઈ તેમણે તંત્રનો આભાર પણ માન્યો હતો. આ પરિક્રમા આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેમાં ભવનાથની તળેટીમાં ઉમટેલૂ માનવ મહેરામણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
(ઈનપુટ ક્રેડિટ – વિજય સિંહ પરમાર)