Rajkot : જેતપુરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલની આપઘાત કેસમાં અંતે ફરિયાદ નોંધાઇ, જુઓ Video
રાજકોટ જિલ્લાના જેતપુરમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી દયા સારીયાએ થોડા દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી. રાજકોટના જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાત કેસમાં આખરે પોલીસે ફરિયાદ નોંધી છે. મૃતક કોન્સ્ટેબલના પિતાએ કોન્સ્ટેબલ અભયરાજસિંહ જાડેજા સામે જેતપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Rajkot : રાજકોટ જિલ્લાના જેતપુરમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી દયા સારીયાએ થોડા દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી. રાજકોટના જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાત કેસમાં આખરે પોલીસે ફરિયાદ નોંધી છે. મૃતક કોન્સ્ટેબલના પિતાએ કોન્સ્ટેબલ અભયરાજસિંહ જાડેજા સામે જેતપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મૃતકનો પરિવાર અને કોળી સમાજ ફરિયાદ થાય એ માટે છેલ્લા સાત દિવસથી લડત આપી રહ્યાં હતા. કોળી સમાજના આગેવાનો અને પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને મળીને ફરિયાદ નોંધવા માટે રજૂઆત કરી હતી. મહત્વનું છે કે કોન્સ્ટેબલ અભયરાજસિંહ મૃતક યુવતીના સંપર્કમાં હતો..આપઘાત કરતા પહેલાની બન્નેની વોટ્સઅપ ચેટ પણ સામે આવી હતી. પરિવારનો આરોપ છે કે ત્રણ પોલીસકર્મીના ત્રાસથી દયાએ આપઘાત કર્યો છે..મૃતકના પિતાએ પોલીસ સમક્ષ ન્યાયની કરી માગણી.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





