દ્વારકાધીશના દર્શન કરવા જનાર યાત્રિકો માટે ખુશખબર, જામનગર- અમદાવાદ વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેનને ઓખા સુધી લંબાવાઈ, જુઓ વીડિયો
વંદે ભારત ટ્રેન ઓખા સુધી લંબાવવામાં આવશે. જી હા જામનગર- અમદાવાદ વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેનને ઓખા સુધી લંબાવવામાં આવી છે. આગામી સપ્તાહમાં ઓખાથી અમદાવાદ સુધીની સફર શરૂ કરાશે. જેનાથી યાત્રાધામ દ્વારકા અને બેટ દ્રારકા આવતા યાત્રિકો, પ્રવાસીઓને સરળતા અને સુવિધા મળી રહેશે.
લોકસભાની ચૂંટણી પહેલા દ્વારકા વિસ્તારને ભેટ આપવામાં આવી છે. વંદે ભારત ટ્રેન ઓખા સુધી લંબાવવામાં આવશે. જી હા જામનગર- અમદાવાદ વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેનને ઓખા સુધી લંબાવવામાં આવી છે. આગામી સપ્તાહમાં ઓખાથી અમદાવાદ સુધીની સફર શરૂ કરાશે. જેનાથી યાત્રાધામ દ્વારકા અને બેટ દ્રારકા આવતા યાત્રિકો, પ્રવાસીઓને સરળતા અને સુવિધા મળી રહેશે. અમદાવાદ, રાજકોટ, જામનગર, સહીતના શહેરનો જોડતી ટ્રેનને દ્રારકા-ઓખા સુધી લંબાવવામાં આવી. મહત્વનું છે કે દેવભુમિદ્રારકા જીલ્લાના આગેવાનો અને સાંસદ દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી.
સુદર્શન સેતુનું કરાયું હતુ લોકાર્પણ
થોડા દિવસ અગાઉ દ્વારકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સુદર્શન સેતુ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ બ્રિજની અનેક ખાસિયતો છે.સુદર્શન સેતુ બ્રિજ 2320 મીટર લાંબો તૈયાર કરવામાં આવ્યો છે. બ્રિજનો 900 મીટરનો ભાગ કેબલ સ્ટેયડ છે. તેમજ ઓખા તરફ વાહન પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યુ છે. આ બ્રિજની પહોળાઇ 27.20 મીટર છે.