Ahmedabad : પોલીસ કમિશનર અને જેસીપી વચ્ચે ગજગ્રાજ, બદલીના હુકમો રદ્દ કરતા પોલીસબેડામાં ખળભળાટ

અજય ચૌધરીએ (Ajay Chaudhri) કરેલા બદલીના હુકમોની વાત તેમના ધ્યાને આવતાં ફક્ત 10 દિવસમાં જ બદલીના ઓર્ડર રદ્દ કરી દીધા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 9:17 AM

અમદાવાદમાં (Ahmedabad) પોલીસ કમિશનર અને જેસીપી વચ્ચેનો ગજગ્રાજ સામે આવ્યો છે. ઈન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે અજય ચૌધરીએ કરેલા બદલીના હુકમો પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે (Police Commissioner  Sanjay shrivastav) રદ્દ કરી દીધા છે. સંજય શ્રીવાસ્તવ રજા ઉપર હતા તે સમયે અજય ચૌધરીને ઈન્ચાર્જ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સોંપાયો હતો. તે સમયે અજય ચૌધરીએ ત્રણ બદલી ઓર્ડર પાસ કર્યા હતા.બાદમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ રજા ઉપરથી પરત ફર્યા હતા.અજય ચૌધરીએ (Ajay Chaudhri) કરેલા બદલીના હુકમોની વાત તેમના ધ્યાને આવતાં ફક્ત 10 દિવસમાં જ બદલીના ઓર્ડર રદ્દ કરી દીધા છે.

ફક્ત 10 દિવસમાં જ બદલીના ઓર્ડર રદ્દ કરી દીધા

તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેર પોલીસમાં શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ ની રજાઓ ભારે ચર્ચામાં રહી હતી. ચર્ચાનું કારણ સંજય શ્રીવાસ્તવ રજા પર જતા તેમની જગ્યાએ થોડા દિવસ માટે બનેલા પોલીસ કમિશ્નર અજય ચૌધરીએ  વચગાળાની કામગીરી સંભાળી હતી.તો બીજી તરફ મુખ્ય પોલીસ કમિશનર રજા પર જતા જ ચાર્જમાં આવલા પોલીસ કમિશ્નરે (Police Commisioner) પોલીસ વિભાગને લગતા અનેક કામ યુધ્ધના ધોરણે હાથ પર લીધા જેના કારણે ન થવી જોઇએ તેવી ચર્ચાઓ પણ પોલીસબેડામાં શરૂ થઈ હતી. અજય ચૌધરીના કેટલાક નિર્ણયો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.તમને જણાવી દઈએ કે,થોડા દિવસો અગાઉ અમે અહેવાલ દ્વારા ગજગ્રાહના સંકતો આપ્યા હતા.

અમદાવાદના બે પોલીસ કમિશ્નર વચ્ચે “શિતયુધ્ધ” ! મેરેથોન પહેલા જ અંદરોઅંદરની રેસની ચર્ચા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">