AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેદરકારી : અમદાવાદમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના પિલરનું સ્ટ્રક્ચર થલતેજ નજીક ફ્લેટ પર પડ્યું

અમદાવાદમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના પિલરનું સ્ટ્રક્ચર થલતેજ નજીક ફ્લેટ પર પડ્યું

બેદરકારી : અમદાવાદમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના પિલરનું સ્ટ્રક્ચર થલતેજ નજીક ફ્લેટ પર પડ્યું
Ahmedabad Metro Train
| Updated on: Aug 16, 2022 | 10:31 PM
Share

અમદાવાદમાં(Ahmedabad)  મેટ્રો ટ્રેન(Metro Train)  પ્રોજેક્ટના પિલરનું સ્ટ્રક્ચર થલતેજ નજીક ફ્લેટ પર પડ્યુંજેમાં મળતી માહિતી મુજબ અમદાવાદમાં થલતેજ નજીક નિર્માણાધીન મેટ્રો ટ્રેન પ્રોજેકટનું સ્ટ્રક્ચર ફ્લેટ પર પડ્યું છે . જેમાં મેટ્રો પિલરનું સ્ટ્રક્ચર ત્રાસો થઈને ફ્લેટ પર પડ્યો છે. આ ઘટનાની જાણ થતાં જે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

ઓગસ્ટ મહિનામાં મેટ્રો રેલ ફેઝ-1 શરૂ કરવાની તડામાર તૈયારીઓ

ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિનામાં મેટ્રો રેલ ફેઝ-1 શરૂ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં વસ્ત્રાલથી થલતેજ સુધીના રુટ પર પૂરજોશમાં ટ્રાયલ રન કરાઈ રહ્યો છે. ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો 21.16 કિમીનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 6.53 કિમી અંડરગ્રાઉન્ડ રૂટ પર મેટ્રો ટ્રેન દોડશે. અંડરગ્રાઉન્ડ રૂટમાં કુલ 4 સ્ટેશન તૈયાર કરાયા છે. જેમાં કાંકરિયા વેસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘીકાંટા અને શાહપુરથી સાબરમતી રિવરફ્રન્ટ સુધી અંડરગ્રાઉન્ડ રૂટ છે. જે બાદ સાબરમતી નદી પર થઈને એલિવેડેટ કોરિડોરમાં જૂની હાઈકોર્ટ ઈન્કમટેક્સ સ્ટેશને મેટ્રો પહોંચશે. ત્યાંથી થલતેજ સુધી મેટ્રો ટ્રેન આગળ વધશે. તો બીજા રુટમાં ગ્યાસપુર ડેપોથી – APMC – જીવરાજ પાર્ક – રાજીવ નગર – શ્રેયસ – પાલડી – ગાંધીગ્રામ – ઉસ્માનપુરા – વિજય નગર અને વાડજ થઈ – રાણીપ – સાબરમતી રેલવે સ્ટેશન – AEC – સાબરમતી અને મોટેરા સુધી મુસાફરોને મેટ્રો ટ્રેનનો લાભ મળશે.

મેટ્રો ટ્રેનના ટ્રાયલની શરૂઆત ગ્યાસપુર ડેપોથી જીવરાજ સુધી

અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેકટના ફેઝ-1માં બે કોરિડોર છે. એક નોર્થ-સાઉથ કોરિડોર અને બીજો ઇસ્ટ-વેસ્ટ કોરિડોર છે. નોર્થ-સાઉથ કોરિડોર ગ્યાસપુર ડેપોથી મોટેરા સુધીનો છે. તો ઇસ્ટ-વેસ્ટ કોરિડોર થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધીનો છે. ઉત્તર-દક્ષિણ (NS) કોરિડોરની લંબાઈ 18.89 કિલોમીટર છે, તથા 15 એલિવેટેડ મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે. ગ્યાસપુર ડેપોનું કામ પુર્ણ થઇ ગયું છે, તથા મેટ્રો ટ્રેનના ટ્રાયલની શરૂઆત ગ્યાસપુર ડેપોથી જીવરાજ સુધી માર્ચ, 2022 માં કરવામાં આવી હતી, ત્યારબાદ તેને લંબાવીને વિજયનગર સુધી ટ્રાયલ કરવામાં આવ્યા હતા.

20 મે 2022ના રોજ ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો ટ્રેનની ટ્રાયલ હાથ ધરી હતી. આ ટ્રાયલ દરમિયાન, મેટ્રો ટ્રેન એપીએમસી, જીવરાજ, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઈકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, એઈસી, સાબરમતી મેટ્રો સ્ટેશનથી પસાર થઈ મોટેરા મેટ્રો સ્ટેશન પર પહોંચી હતી.

(With Input  :Jignesh Patel ,Ahmedabad) 

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">