અમદાવાદના બે પોલીસ કમિશ્નર વચ્ચે “શિતયુધ્ધ” ! મેરેથોન પહેલા જ અંદરોઅંદરની રેસની ચર્ચા
પોલીસ (Police) વિભાગને લગતા અનેક કામ યુધ્ધના ધોરણે હાથ પર લીધા જેના કારણે ન થવી જોઇએ તેવી ચર્ચાઓ પણ પોલીસબેડામાં શરૂ થઈ. અજય ચૌધરીના કેટલાક નિર્ણયો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યાં.
અમદાવાદ (Ahmedabad)શહેર પોલીસમાં શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ (Sanjay Shrivastav)ની રજાઓ ભારે ચર્ચામાં રહી છે. ચર્ચાનું કારણ સંજય શ્રીવાસ્તવ રજા પર જતા તેમની જગ્યાએ થોડા દિવસ માટે બનેલા પોલીસ કમિશ્નર અજય ચૌધરી (Ajay Chaudhri) છે. મુખ્ય પોલીસ કમિશનર રજા પર જતા જ ચાર્જમાં આવલા પોલીસ કમિશ્નરે (Police Commisioner) પોલીસ વિભાગને લગતા અનેક કામ યુધ્ધના ધોરણે હાથ પર લીધા જેના કારણે ન થવી જોઇએ તેવી ચર્ચાઓ પણ પોલીસબેડામાં શરૂ થઈ. અજય ચૌધરીના કેટલાક નિર્ણયો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યાં. જેવા કે પોલીસ અધિકારીઓએ મેસેજીસ માટે સર્કલ એપ ડાઉન લોડ કરવી.
પોતે પોલીસ કમિશનરના ચાર્જમાં છે એટલે કે ટેમ્પરરી પોલીસ કમિશ્નર હોવા છતાં પોતાનો એક સ્કવોડ બનાવી દીધો. પોતાને સી.પી તરીકેનો ચાર્જ મળ્યો તેના બીજા જ દિવસે ડીસીપી કક્ષાના અધિકારીઓની બેઠક બોલાવી શહેરમાં દારૂના મુદ્દે બીજી કોઇ એજન્સી આવીને દરોડો ના પાડી જાય માટે કડક દારૂબંધીની અમલવારી કરાવવા જેવી વાતો પોલીસ બેડામાં ખાસી ચર્ચાનો વિષય બની હતી.
જો કે, અહીં વાત પાછલા 24 કલાકમાં ચાલેલી ચર્ચાની છે. વિશ્વસનિય સૂત્રોના જણાવ્યાં અનુસાર, હાલના પોલીસ કમિશ્નર અજય ચૌધરીએ રવિવારે બપોરે 12 વાગ્યે શહેરના તમામ ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક બોલાવી હતી.
બેઠકમાં ચર્ચાનો વિષય આગામી દિવસમાં યોજાનારા કાર્યક્રમની રૂપરેખાનો હતો. આગામી દિવસોમાં શહેરમાં એકે મેરેથોન રેસનું આયોજન પોલીસ દ્વારા થઈ રહ્યું છે. જેને લઈને ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર અજય ચૌધરીએ બેઠક બોલાવી હતી. જો કે, આ બેઠક શરૂ થયાની થોડીજ વારમાં શહેરના સત્તાવાર પોલીસ કમિશ્નર સંજય શ્રિવાસ્તવ ઓફિસમાં એન્ટર થયા અને તમામ અધિકારીઓ તેમને જોઇ ઉભા થઈ ગયા.
હકિકતમાં સંજય શ્રીવાસ્તવ હાલ રજા પર છે. તે રજા પર વિદેશ ગયા હતા અને ત્યાંથે બે દિવસ અગાઉ જ અમદાવાદ પરત ફર્યા છે. જો કે, 17 તારીખે સવારથી તે ઓફિસ પરત હાજર થવાના હતા તે પહેલા તે રવિવારની રજાના દિવસે બોલાવાયેલી બેઠકમાં હાજર થતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.
અલગ અલગ ચર્ચાઓમાં બન્ને આઈ.પી.એસ વચ્ચે શિતયુધ્ધ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે. બીજી એક ચર્ચા એ પણ છે કે, સંજય શ્રિવાસ્તવ રજા પર હતા તે દરમિયાન સિનિયર આઈ.પી.એસ દ્વારા લેવાયેલા કેટલાક નિર્ણય અને પગલાથી સરકાર નારાજ હોવાથી ડેમેજ કંટ્રોલ કરવા સંજય શ્રિવાસ્તવને ઓફિસ દોડી આવવાની ફરજ પડી હતી.