Ahmedabad : એલિસબ્રિજના લાપીનોઝ પિત્ઝામાંથી નીકળ્યા 10થી 15 જીવડાં, આરોગ્ય વિભાગે એકમને કર્યુ સીલ, જુઓ Video

અમદાવાદની એક જાણીતી રેસ્ટોરેન્ટમાંથી ફરીથી એકવાર ખોરાકમાં જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લાપીનોઝ પિત્ઝા રેસ્ટોરેન્ટમાંથી જીવડાં (Insects) નીકળવાની ઘટના સામે આવી છે. જેના પગલે આ રેસ્ટોરેન્ટ સામે આરોગ્ય વિભાગ દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 9:06 AM

Ahmedabad : અમદાવાદની એક જાણીતી રેસ્ટોરેન્ટમાંથી ફરીથી એકવાર ખોરાકમાં જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લાપીનોઝ પિત્ઝા રેસ્ટોરેન્ટમાંથી જીવડાં (Insects) નીકળવાની ઘટના સામે આવી છે. જેના પગલે આ રેસ્ટોરેન્ટ સામે આરોગ્ય વિભાગ દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Gujarat Weather Forecast : આજે અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ રહે તેવી સંભાવના, જુઓ Video

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લાપીનોઝ પિત્ઝા રેસ્ટોરેન્ટમાં એક ગ્રાહકે પિત્ઝા ઓર્ડર કર્યા હતા. જો કે પિત્ઝાનું બોક્સ ખોલતાં જ તેમાંથી 10-15 જીવડાં નીકળ્યા હતા.આ અંગે આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી.આરોગ્ય વિભાગ દ્વારા ફરિયાદ મળતા એકમ સીલ કરવામાં આવ્યુ છે. કલગી ચાર રસ્તા પાસે આવેલા આ લાપીનોઝ પિત્ઝા રેસ્ટોરેન્ટને સીલ કરીને દંડ ફટકારવામાં આવ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">