Surat Video : સગીરાનો બિભત્સ વીડિયો વાયરલ કરનાર વિધર્મી સકંજામા, આરોપી વિરુદ્ધ પોક્સો અને છેડતીની નોધાઈ ફરિયાદ

Surat Video : સગીરાનો બિભત્સ વીડિયો વાયરલ કરનાર વિધર્મી સકંજામા, આરોપી વિરુદ્ધ પોક્સો અને છેડતીની નોધાઈ ફરિયાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 7:41 AM

સુરતમાં સગીરાને ધમકી આપનાર વિધર્મી યુવક ઝડપાયો છે. સગીરાની માતા-પિતાની ફરિયાદ બાદ ઉમરા પોલીસે સાજીદ અલી દૂધવાલાની ધરપકડ કરી છે. આરોપીએ બિભત્સ વીડિયો વાયરલ કરવાની સગીરાને ધમકી આપી હતી. સિટીલાઈટના કેફેમાં બેસવા જતી સગીરાને વિધર્મી યુવકે પ્રેમના મોહજાળમાં ફસાવી. વીડિયો કોલમાં કપડાં ઉતરાવી સગીરાનું રેકોર્ડિંગ કર્યું હતું.

Surat : સુરતમાં સગીરાને ધમકી આપનાર વિધર્મી યુવક ઝડપાયો છે. સગીરાની માતા-પિતાની ફરિયાદ બાદ ઉમરા પોલીસે સાજીદ અલી દૂધવાલાની ધરપકડ કરી છે. આરોપીએ બિભત્સ વીડિયો વાયરલ કરવાની સગીરાને ધમકી આપી હતી. સિટીલાઈટના કેફેમાં બેસવા જતી સગીરાને વિધર્મી યુવકે પ્રેમના મોહજાળમાં ફસાવી. વીડિયો કોલમાં કપડાં ઉતરાવી સગીરાનું રેકોર્ડિંગ કર્યું હતું.

આ પણ વાંચો : Surat Video : કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ફાર્મ હાઉસના ગેટ સાથે અથડાઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

આરોપી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરતો હતો. ધોરણ-12માં ભણતી સગીરા રિસેસ દરમિયાન સિટીલાઇટના અજય કેફેની બહાર જતી હતી. આરોપી તેના બહેનને ઘરે સગીરાને લઈ ગયો હતો. અને ત્યાં શારીરિક અડપલા બાદ બળજબરી કરવાની કોશિશ કરી હતી. ગૃહપ્રધાનની સૂચના છતાં આરોપી વિધર્મી સોશિયલ મીડિયા પર હિન્દુ આઈડી બનાવી લોકો સાથે ચેટ કરતો હતો.

સાજીદ આશીફ અલી દુધવાલા ઈશાન રાવલ બન્યો હતો. માતા-પિતાએ ઉમરા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પોક્સો અને છેડતીની ફરિયાદ નોંધાવતા કાર્યવાહી કરવામાં આવી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

g clip-path="url(#clip0_868_265)">