અમદાવાદમાં જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર ITની તવાઇ, 35થી 40 સ્થળ પર તપાસ, જુઓ Video
સ્વાતિ બિલ્ડકોનના ભાગીદાર અશોક અને સાકેત અગ્રવાલ સહિતના ત્યાં આવકવેરા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આંબલી રોડ ઉર આવેલી મુખ્ય ઓફિસ પર IT વિભાગ ત્રાટકયું હતુ. અમદાવાદ શહેરમાં 35થી 40 સ્થળ પર દરોડા અને સર્વેની કાર્યવાહી ચાલુ છે.
Ahmedabad : લાંબા સમય બાદ અમદાવાદમાં IT વિભાગે (Income tax raid) સૌથી મોટી કાર્યવાહી કરી છે. ITના અધિકારીઓએ અમદાવાદના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર તવાઈ બોલાવી છે. સ્વાતિ બિલ્ડકોન સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું.
આ પણ વાંચો-Gujarati Video: અમદાવાદના આ વિસ્તારોમાં નહીં મળે પાણી, બુલેટ ટ્રેનની કામગીરી વખતે તૂટી પાણીની લાઇન
સ્વાતિ બિલ્ડકોનના ભાગીદાર અશોક અને સાકેત અગ્રવાલ સહિતના ત્યાં આવકવેરા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આંબલી રોડ ઉર આવેલી મુખ્ય ઓફિસ પર IT વિભાગ ત્રાટકયું હતુ. અમદાવાદ શહેરમાં 35થી 40 સ્થળ પર દરોડા અને સર્વેની કાર્યવાહી ચાલુ છે. સર્ચ ઓપરેશનમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટના 100થી પણ વધુ અધિકારી જોડાયા હતા. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
