Independence Day 2024 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડાના નડિયાદમાં લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ, જુઓ Video
જે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ તિરંગો લહેરાવ્યો છે. ગુજરાતનો રાજ્યકક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ ખેડા જિલ્લાના નડિયાદ SRP ગ્રાઉન્ડમાં યોજાયો છે. ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલે ખેડામાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરી છે.
દેશભક્તિની ભાવના સાથે દેશભરમાં 78માં સ્વતંત્રતા પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી થઇ રહી છે. ત્યારે આજે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ તિરંગો લહેરાવ્યો છે. ગુજરાતનો રાજ્યકક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ ખેડા જિલ્લાના નડિયાદ SRP ગ્રાઉન્ડમાં યોજાયો છે.
ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલે ખેડામાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરી છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે જ નડિયાદ પહોંચી ગયા હતા. તેમણે પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ સાથે હિન્દુ અનાથ આશ્રમની પણ મુલાકાત લીધી હતી.
આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિન્દુ અનાથ આશ્રમમાં આવેલા મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત સરદાર પટેલ અને ગાંધીજીના ખેડા સત્યાગ્રહના દિવસોને યાદ કર્યા હતા.