આગ લાગવાની ઘટનામાં વધારો ! રાજ્યમાં એક જ દિવસમાં બે કાર બળીને ખાખ, જુઓ વીડિયો

આગ લાગવાની ઘટનામાં વધારો ! રાજ્યમાં એક જ દિવસમાં બે કાર બળીને ખાખ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2024 | 2:20 PM

સુરતના અડાજણ વિસ્તારમાં કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે. અડાજણ ખાતે આવેલા નિશાલ આર્કેડના પાર્કિંગમાં મુકવામાં આવેલી ફોર વ્હીલમાં આગ લાગી છે.ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું અનુમાન કરવામાં આવ્યુ છે.

સુરતના અડાજણ વિસ્તારમાં કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે. અડાજણ ખાતે આવેલા નિશાલ આર્કેડના પાર્કિંગમાં મુકવામાં આવેલી ફોર વ્હીલમાં આગ લાગી છે. ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું અનુમાન કરવામાં આવ્યુ છે.ગાડીના બોનેટમાં આગ લાગતા સ્થાનીકો દોડતા થયા હતા.ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતુ અને ગણતરીના મીનટોમાં જ આગ પર કાબૂ મેળવ્યો હતો.

બીજી તરફ ગોધરાના ઝુલેલાલઘાટ પાસે બંધ કારમાં આગ લાગી હતી. પાર્ક કરેલી સીએનજી કારમાં આગ લાગી હતી. આ કારમાં પણ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનુ અનુમાન લગાવવામાં આવ્યુ. આ તરફ જામનગરના ધ્રોલના સોયલ ટોલનાકા પાસે ખાતર ભરેલા ટ્રેકટરમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિંટથી આગ લાગ્યુ હોવાનુ અનુમાન કરવામાં આવ્યુ છે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">