વડોદરામાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા ખૂંખાર મગર રસ્તા પર લટાર મારતો દેખાયો – Video
વડોદરામાં વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવતા રસ્તા પર મગર આવી ગયા છે. ફતેગંજ નરહરી હોસ્પિટલ પાસે રોડ પર મગર આંટાફેરા કરતો જોવા મળ્યો આ તરફ ભરૂચમાં નર્મદા નદીના કિનારે મગર આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
વરસાદી આફતથી રાહત મળે તે પહેલા એક એવો ડર પણ જોવા મળ્યો જેનાથી લોકોમાં ફફડાટ છે. મગર, વડોદરાવાસીઓ માટે તો મગર નિકળવો કે દેખાવો કોઇ મોટી વાત નથી. શહેરના તળાવ અને નદીઓમાં બહુ બધા મગર છે.. પરંતુ આ વખતે ભરૂચ અને જૂનાગઢમાં પણ મગર જોવા મળતા લોકોમાં ડર હતો કે જવું તો જવું ક્યાં. વિશ્વામિત્રી નદીમાંથી નરહરિ હોસ્પિટલ નજીક મગર તણાઈ આવ્યો હતો. જોકે, લોકો દ્વારા આ મગરનું સફળ રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ વિભાગને સોંપી દીધો હતો.
આ તરફ પાદરાના આમળામાં રહેણાંક વિસ્તારમાં મગર આવતા લોકો ડરી ગયા. પ્રાણી જીવ રક્ષક સંસ્થાએ મોડી રાતે મગરનું રેસ્ક્યુ કરી વન વિભાગ ખાતે લઇ જવામાં આવ્યો. ભરૂચમાં નર્મદા નદીના કિનારે વરસાદના કારણે નદીમાંથી બહાર જોવા મળ્યા હતો મગર. તો જુનાગઢના ચોબારી ગામમાં વરસાદી પાણીમાં મગર બહાર આવી ગયો હતો જેને એક બાઇક ચાલકે ફરી તળાવમાં ધકેલી દીધો હતો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો