મોરબી: પિતાએ પગ પકડ્યા, બહેને હાથ પકડ્યા અને જનેતાએ ગળુ દબાવી લાડકવાઈ દીકરીની કરી હત્યા, વીડિયોમાં જુઓ શું હતુ કારણ

મોરબીના વાંકાનેરમાં આવેલા દીઘલિયા ગામની છે. જ્યાં 16 વર્ષની સગીરા તેની મોટી બહેનના નણદોઇના પ્રેમમાં પડી જેના પરિણામે તેને મોત મળ્યું. આબરૂ બચાવવા સગીરાના માતા-પિતા અને મોટી બહેને જ તેની હત્યા કરી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2024 | 4:35 PM

મોરબીમાં સગીર દીકરીનો પ્રેમ સંબંધ મંજૂર ન રહેતા માતા-પિતા અને બહેને ઉતારી મોતને ઘાટ અને પછી પાપ છૂપાવવાનો પ્રયાસ કર્યો. આ ઘટના મોરબીના વાંકાનેરમાં આવેલા દીઘલિયા ગામની છે. જ્યાં 16 વર્ષની સગીરા તેની મોટી બહેનના નણદોઇના પ્રેમમાં પડી જેના પરિણામે તેને મોત મળ્યું. આબરૂ બચાવવા સગીરાના માતા-પિતા અને મોટી બહેને જ તેની હત્યા કરી.

પ્રેમમાં પાગલ સગીરાની હત્યા

સગીરા ઘરમાં સૂતી હતી ત્યારે તેના પિતાએ તેના પગ પકડ્યા, બહેને હાથ પકડ્યા અને માતાએ મોઢા પર ઓશિંકું મૂકીને ટૂંપો આપ્યો હતો. જો કે સગીરાનું મોત ન થતા તેનું ગળું પણ દબાવ્યું અને ત્યાર બાદ દુપટ્ટા વડે રિંકલને ફાંસો આપીને હત્યા કરી નાંખી. હત્યા બાદ કોઇને ખબર ન પડે તે રીતે તેને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો. સગીરાને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહીને પરિવાર રડવા લાગ્યો. જેથી કોઇ તેમના પર શંકા ન કરે. પરંતુ સગીરાને હોસ્પિટલમાં ખસેડાતા પાપનો ભાંડો ફૂટી ગયો હતો.

પિતાની કરી ધરપકડ

મહત્વનું છે કે સગીરા તેના મોટા બહેન નણદોઇના પ્રેમમાં પડી હતી અવારનવાર તેની સાથે ફોન પર વાત કરતી. જો કે પરિવારજનોને જાણ થતા  તેમણે સગીરાને સમજાવી હતી. પરંતુ સગીરાએ કોઇની વાત ન માની..જેને લઇ મોટી બહેનના નણંદ અને નણદોઇના છૂટાછેડા થઇ ગયા હતા. તેનો ઝઘડો સગીરાના ઘર સુધી પહોંચ્યો.  પરિવારથી સહન ન થયું જ્યારે રિંકલના મોટા બહેને પિયરમાં જાણ કરી. ત્યારે પરિવારે પોતાની આબરૂ જાળવવા તેને મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસે સગીરાના પિતાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
g clip-path="url(#clip0_868_265)">