સાંતેજ બાળકી દુષ્કર્મ કેસમાં કોર્ટે ફટકારેલી સજા પર ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આપી આ પ્રતિક્રિયા

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ  કોર્ટ, પોલીસ અને ડોક્ટરની ટીમનો આભાર માન્યો.સાથે જ કહ્યું કે અમે હાઇકોર્ટમાં જવાના છીએ અને આરોપીને કેપિટલ સજા મળે તે માટેની માગણી કરીશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 8:47 PM

ગાંધીનગરના સાંતેજમાં (Santej) ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ(Rape) આચરી તેની હત્યા કરવાના કેસમાં સેશન્સ કોર્ટે(Session Court) નરાધમને અંતિમ શ્વાસ સુધી કેદની સજા  ફટકારી છે.ત્યારે દુષ્કર્મીની સજા અંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghvi)  કોર્ટ, પોલીસ અને ડોક્ટરની ટીમનો આભાર માન્યો.સાથે જ કહ્યું કે અમે હાઇકોર્ટમાં જવાના છીએ અને આરોપીને કેપિટલ સજા મળે તે માટેની માગણી કરીશું.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના સાંતેજ દુષ્કર્મ કેસમાં POCSO કોર્ટે ચુકાદો સંભળાવી દીધો છે. આરોપી વિજય ઠાકોરને કોર્ટે જીવનના છેલ્લા શ્વાસ સુધીની એટલે કે આજીવન કેદની સજા ફટકારી છે, હવે આરોપીને ફાંસીની સજા થાય તે માટે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવશે.

સાંતેજ દુષ્કર્મ કેસમાં POCSO કોર્ટે આરોપી વિજય ઠાકોરને કલમ 363 હેઠળ 7 વર્ષની સજા અને દંડનું એલાન કર્યું, કલમ 366 હેઠળ 10 વર્ષની સજા અને 3 હજાર રૂપિયા દંડ, કલમ 302 હેઠળ આજીવન કેદની સજા, કલમ 376 એ (બી) જીવે ત્યાં સુધી કેદની સજા અને કલમ 449માં 10 વર્ષની સજા અને 3 હજારનો દંડ ફટકાર્યો છે.

મહત્વનું છે કે બાળકી પર દુષ્કર્મના કેસમાં પોલીસે આરોપી વિજય ઠાકોરની ધરપકડ કરી હતી.પૂછપરછ દરમિયાન આરોપીએ 8 જેટલા ગુનાની કબૂલાત કરી હતી.આરોપીએ 3 બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી હતી.ધરપકડના માત્ર આઠ જ દિવસમાં પોલીસે કોર્ટમાં 500 પેજની ચાર્જશીટ રજૂ કરી હતી.જેમાં 60 વધુ સાક્ષીઓના નિવેદનો, સીસીટીવી, કોલ રેકોર્ડ ડીટેઇલના મહત્વના રિપોર્ટનો સમાવેશ થતો હતો.

આ પણ વાંચો : GANDHINAGAR : CM ભુપેન્દ્ર પટેલે એક જ દિવસમાં 8 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી

આ પણ વાંચો : RAJKOT : વરસાદની આગાહીને પગલે ઉપલેટા માર્કેટ યાર્ડમાં હરાજી બંધ કરવામાં આવી

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">