RAJKOT : વરસાદની આગાહીને પગલે ઉપલેટા માર્કેટ યાર્ડમાં હરાજી બંધ કરવામાં આવી
Unseasonal Rain in Gujarat : રાજ્યમાં માવઠાની આગાહીને કારણે વિવિધ માર્કેટ યાર્ડમાં તેની અસર જોવા મળી રહી છે.
RAJKOT : રાજકોટ જિલ્લાના ઉપલેટાના માર્કેટ યાર્ડમાં વરસાદની આગાહીના પગલે હરાજી બંધ કરવામાં આવી છે. યાર્ડ સત્તાધીશોએ હરાજી માટે ખેડૂતોને યાર્ડમાં ન આવવા અપીલ કરી છે, તો બીજી તરફ જણસને વરસાદથી સાચવવા તાલપત્રી ઢાંકી ગોડાઉનમાં રાખવા સુચનો પણ અપાયા છે. માવઠાને લીધે હજારોને ખેડૂતોને અસર પહોંચી છે.
રાજ્યમાં માવઠાની આગાહીને કારણે વિવિધ માર્કેટ યાર્ડમાં તેની અસર જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક માર્કેટ યાર્ડ આજે બંધ રાખવામાં આવ્યા છે. વિજાપુર માર્કેટ યાર્ડ માવઠાના કારણે બંધ કરવામાં આવ્યું. આ માર્કેટમાં 2 દિવસ હરાજીનું કામકાજ બંધ રહેશે. તો કડીનું માર્કેટ યાર્ડ પણ 2 દિવસ સુધી કામકાજ રોકશે. એટલે કે કામકાજ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હવામાન વિભાગની આગાહીના પગલે મોટાભાગના માર્કેટ યાર્ડમાં અગમચેતીના પગલાં ભરવામાં આવ્યા છે. જૂનાગઢ માર્કેટ યાર્ડ હોય કે પછી બાબરા માર્કેટ યાર્ડ કે પછી સાવરકુંડલા યાર્ડ. તમામ માર્કેટ યાર્ડમાં મગફળી, સોયાબીન સહિતના પાકની હરાજી હાલ બંધ કરી દેવામાં આવી છે. તેમજ ખેડૂતોએ મગફળી ઢાંકવા તાડપત્રી કે પ્લાસ્ટિક સાથે રાખવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત ખેડૂતોને આગામી સૂચના સુધી પોતાના પાકને માર્કેટ યાર્ડ ન લાવવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Vibrant Gujarat 2022 : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 માટે આ મહિને જાપાન અને દક્ષિણ કોરિયામાં રોડશો યોજાશે
આ પણ વાંચો : માત્ર 14 દિવસમાં ચુકાદો : સાંતેજ દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા