tv9ના અહેવાલની અસર, પાલનપુર-ડીસા હાઈવે પર કેનાલની તૂટેલી દિવાલ પર હાઈવે ઓથોરિટીએ મુક્યા મોટા ગર્ડર- વીડિયો
બનાસકાંઠા- પાલનપુર ડીસા હાઈવે પર કેનાલની દિવાલ તૂટી હતી. જેમા 12 મહિનાથી આ દિવાલ તૂટેલી હતી પરંતુ તેનુ સમારકામ આજ સુધી કરવામાં આવ્યુ નથી. આ અંગે tv9 ગુજરાતીએ ધારદાર અહેવાલ પ્રસારીત કર્યા બાદ નેશનલ હાઈવે ઓથોરિટીએ તૂટેલી દિવાલના સમારકામના બદલે મોટા ગર્ડર મુકી સંતોષ માન્યો છે.
બનાસકાંઠામાં પાલનપુર ડીસા હાઈવે પર આવેલી કેનાલની તૂટેલી દિવાલ અંગે tv9 ગુજરાતીએ ધારદાર અહેવાલ પ્રસારીત કર્યો અને તંત્રને હચમચાવી નાખ્યુ ત્યારે કતંત્ર સફાળુ જાગ્યુ છે અને 12 મહિના બાદ કેનાલની તૂટેલી દિવાલનું સમારકામ તો નથી કર્યુ પરંતુ તૂટેલી દિવાલ પર મોટા ગર્ડર મુકી દઈ સંતોષ માન્યો છે. નફ્ફટ અધિકારીઓની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. તંત્રના કાનના પડદા હચમચાવી નાખતો તૂટેલી પ્રોટેક્શન વોલ અંગેનો અહેવાલ પ્રસારીત કર્યો છતા નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધિશોએ દિવાલનું સમારકામ કરવાના બદલે માત્ર મોટા ગર્ડર મુકી સંતોષ માન્યો છે.
સૌ પ્રથમ સમગ્ર ઘટનાક્રમ સમજીએ. બનાસકાંઠાના ડીસાના ઝેરડા ગામે આવેલી કેનાલમાં ગાબડુ પડ્યુ છે. જેના પગલે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યુ છે. સિંચાઈ વિભાગના અધિકારીઓની બેદરકારીને પગલે ખેડૂતો નુકસાની ભોગવી રહ્યા છે.
ઝેરડા પાસે આવેલી કેનાલમાં સિપુ ડેમનું પાણી છોડાતાની સાથે જ ઠેર-ઠેર ગાબડાં પડ્યાં છે. જેને પગલે પાણીનો બગાડ થઈ રહ્યો છે. સિંચાઈ માટે પાણી તો છોડાયું પરંતુ તે પાણી ખેડૂતો સુધી પહોંચ્યું જ નહીં. અહીં સિંચાઈ વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી સ્પષ્ટ જોવા મળી. પાણી છોડાયું હોવા છતાં ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યાં છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષ 1985માં કેનાલ બનાવવામાં આવી હતી. પરંતુ યોગ્ય સમયે કેનાલનું સમારકામ ન થતાં ભ્રષ્ટ્રાચારના ગાબડા પડી રહ્યાં છે. આક્ષેપ એવો પણ છે કે અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ પણ વાંચો: જુનાગઢ: દિવાળી વેકેશનમાં સિંહોના ગઢમાં ઉમટી પ્રવાસીઓની ભીડ, સાસણ ગીરમાં સિંહ દર્શન માટે ઉમટ્યા લોકો- વીડિયો
બીજી તરફ બનાસકાંઠાના પાલનપુર- ડીસા હાઈવે પર કેનાલની દિવાલ તૂટી હતી. છેલ્લા 12 મહિનાથી આ દિવાલ તૂટેલી હતી પરંતુ તેનું સમારકામ કરવામાં આવતું નહોંતું. ટીવી9ના ધ્યાને આ વાત આવતા ધારદાર અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો. જેના પગલે તંત્ર દોડતુ થયુ. નેશનલ હાઈવે ઓથોરિટીએ તૂટેલી દિવાલવની જગ્યાએ મોટા ગર્ડર મૂકને સંતોષ માન્યો છે.
Input Credit- Atul Trivedi- Banaskantha
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





