જુનાગઢ: દિવાળી વેકેશનમાં સિંહોના ગઢમાં ઉમટી પ્રવાસીઓની ભીડ, સાસણ ગીરમાં સિંહ દર્શન માટે ઉમટ્યા લોકો- વીડિયો
જુનાગઢ: દિવાળી વેકેશનમાં સિંહોના ગઢ એવા સાસણગીરમાં પ્રવાસીઓ સિંહ દર્શન માટે ઉમટી પડ્યા છે. સાસણગીર હાલ પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યુ છે. સાસણ ગીરમાં પ્રતિ દિવસ 150 જેટલી પરમીટનું બુકિંગ ફુલ થઈ ગયુ છે. સાસણમાં ગત વર્ષે 8 લાખ પ્રવાસીઓએ સાસણ ગીરની મુલાકાત લીધી હતી.
ફ્કત ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની શાન એવા એશિયાટિક સિંહના ઘર સાસણ ગીરમાં ઉમટી છે પ્રવાસીઓની ભીડ. દિવાળી અને નવા વર્ષના વેકશનમાં સાસણ ગીરમાં સિંહ દર્શન માટે દેશના ખૂણે-ખૂણેથી પ્રવાસીઓ આવી રહ્યા છે. દેશભરના પ્રવાસીઓથી સાસણ ગીર જાણે કે ઉભરાઇ રહ્યું છે. સાસણ ગીરમાં પ્રતિ દિવસ 150 જેટલી પરમિટનું બુકિંગ ફૂલ જોવા મળે છે. વેકેશનના બાકી દિવસોમાં પણ મોટા ભાગના રિસોર્ટ ફૂલ થઇ ગયા છે.
સાસણમાં પ્રવાાસીઓ માટે ઉભી કરાઈ વિવિધ સુવિધા
ગત વર્ષે 8 લાખ પ્રવાસીઓએ સાસણ ગીરની મુલાકાત લીધી હતી. જ્યારે ચાલુ વર્ષે પણ પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. જેને ધ્યાને રાખીને સાસણ ગીર વન વિભાગ દ્વારા પણ વધુ પ્રવાસીઓ જોડાય તે માટે અનેક આયોજનો કરાયા છે. પ્રવાસીઓ માટે વોકિંગ ટ્રેક તેમજ નેચર કેમ્પ જેવી વ્યવસ્થાઓ પણ સાસણમાં ઉભી કરાઇ છે.
આ પણ વાંચો: ગીર સોમનાથ: ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે કર્યા સોમનાથ મહાદેવના દર્શન- જુઓ તસ્વીરો
ગીરનું જંગલ એટલે કુદરતના ખોળે રહીને પ્રાકૃતિક સંપદા માણવાનો અને સિંહને નિહાળવાનો અનેરો લહાવો. ત્યારે મધ્યપ્રદેશ અને તમિલનાડુ સહિત દેશના અન્ય રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓ જંગલના રાજા સિંહના દર્શન કરી રોમાંચિત થઇ ઉઠ્યા હતા.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





