Rain News : છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ, સૌથી વધુ નવસારીના ચીખલીમાં ખાબક્યો વરસાદ, જુઓ Video
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યના 232 તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારીના ચીખલીમાં વરસ્યો છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યના 232 તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારીના ચીખલીમાં વરસ્યો છે. નવસારીના ચીખલીમાં 3.46 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડમાં 3.23 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે વાપી સહિત અન્ય 12 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે ગુજરાતના 49 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
11 જિલ્લામાં વરસાદનું એલર્ટ !
હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. આજે 11 જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના અનેક પંથકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. માછીમારોને હાલ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
