આજનું હવામાન : મેઘરાજા ફરી ગુજરાતને ધમરોળશે ! દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જો કે આગામી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા સેવવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જો કે આગામી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા સેવવામાં આવી છે. આ સાથે જ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે. હવામાન વિભાગનું માનવું છે કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.મહત્વનું છે કે મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં વરસાદનું અનુમાન છે.આપને જણાવી દઇએ કે 1 જૂનથી 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં 27 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા
બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી અનુસાર 14 થી 20 તારીખ સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે.જેમાં સુરત, નવસારી, ભરૂચ સહિત વડોદરામાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.તો રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ હળવા વરસાદની આગાહી છે.તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા ,સાબરકાંઠામાં પણ વરસાદી ઝાપટાં પડશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

