Monsoon 2024 : ભારે વરસાદના પગલે જળાશયોની સપાટી વધી, 24 કલાકમાં ઉકાઈ ડેમની જળસપાટી 2 ફૂટ વધી, જુઓ Video

Monsoon 2024 : ભારે વરસાદના પગલે જળાશયોની સપાટી વધી, 24 કલાકમાં ઉકાઈ ડેમની જળસપાટી 2 ફૂટ વધી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2024 | 11:41 AM

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. અત્યાર સુધી ગુજરાતમાં સિઝનનો 60.78 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 43.43 ટકા વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં 43.60 ટકા વરસાદ ખાબક્યો છે.

જો આપણે ડેમની સ્થિતિની વાત કરીએ તો વર્તમાન સમયમાં ઉત્તર ગુજરાતમાં 27.76 ટકા જળસંગ્રહ થયો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં એક ડેમ સંપૂર્ણ ભરાયો છે. જ્યારે જળ સંગ્રહની વાત કરીએ તો 42.38 ટકા છે.

ઉકાઈ ડેમની જળસપાટી વધી

બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્તા તાપીના ઉકાઈ ડેમમાં પાણીની ધરખમ આવક થઈ છે. ઉપરવાસમાંથી પાણીની આવક 66,129 ક્યુસેક પહોંચી છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે પાણીની આવક થઈ છે. હાલમાં ડેમની જળસપાટી 317.08 ફૂટ પર પહોંચી છે. 24 કલાકમાં જળ સપાટી આશરે બે ફુટ જેટલી વધી છે. ડેમમાંથી 600 ક્યુસેક પાણી નહેરમાં છોડાઈ રહ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">