Surat : પુણા-કુંભારીયા રોડ પર વરસાદી પાણી ભરાયા, 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ
સુરતના પુણા-કુંભારીયા રોડ પર વરસાદી પાણી ભરાયા છે. તેમજ 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો છે. તેમજ એક સાઇડનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યા છે.
સુરત(Surat) શહેરમાં પણ હવે વરસાદની શરૂઆત થઈ છે. જેમાં હાલ મળતા સમાચાર મુજબ પુણા-કુંભારીયા રોડ પર વરસાદી પાણી ભરાયા છે. તેમજ 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ(Traffice Jam) થયો છે. તેમજ એક સાઇડનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ ખાડી ઓવરફ્લો થતા રસ્તા ઉપર પાણી આવ્યા છે. જેમાં ગઇકાલે સુરત શહેરમાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો. તેમજ તેના પાણી હજુ સુધી ઓસર્યા નથી.
આ ઉપરાંત શહેરમાં ખાડી ઓવરફ્લો થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તેમજ ગોડાદરા વિસ્તારમાં માર્ગ ઉપર પાણી ફરી વળ્યાં છે. જેમાં પાણી આવતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વિસ્તારના માર્ગ ઉપર ઘૂંટણ સમાં પાણી ભરાયા છે. જો કે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે
આ પણ વાંચો : Parliament Monsoon Session 2021 LIVE: સંસદમાં વિપક્ષોનો હોબાળો, સંસદની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી
આ પણ વાંચો : શું તમે પણ સવારે નાસ્તામાં પૌંઆ ખાઓ છો? જાણો તેની શું પડે છે તમારા સ્વાસ્થ્ય પર અસર?