શું તમે પણ સવારે નાસ્તામાં પૌંઆ ખાઓ છો? જાણો તેની શું પડે છે તમારા સ્વાસ્થ્ય પર અસર?

નાસ્તામાં આપણે બધા જુદી જુદી વસ્તુઓ ખાઈએ છીએ. તે જ સમયે કેટલાક લોકો માત્ર પૌંઆ જ ખાય છે. ચાલો અમે તમને જણાવીએ કે પૌંઆ ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર શું અસર થાય છે.

શું તમે પણ સવારે નાસ્તામાં પૌંઆ ખાઓ છો? જાણો તેની શું પડે છે તમારા સ્વાસ્થ્ય પર અસર?
The benefits of having Poha as breakfast
TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Jul 19, 2021 | 9:34 AM

સવારનો નાસ્તો શરીર માટે ખુબ જરૂરી હોય છે. સવારનો નાસ્તો (Breakfast) એ તમારું પ્રથમ ભોજન છે, જે તમને દિવસભર ઉર્જા આપે છે. કહેવાય છે જેનો સવારનો નાસ્તો સારો તેનો દિવસ સારો. સ્વાભાવિક છે કે આપણે બધાં સવારના સમયે હળવા અને સ્વસ્થ નાસ્તો કરવા માંગીએ છીએ. અને જે માટે પૌંઆ (Poha) શ્રેષ્ઠ છે. ગુજરાતીઓમાં ઘણી જગ્યાએ સવારના નાસ્તામાં પૌંઆ (Poha) જોવા મળે છે. પરંતુ આજે તમને જણાવી દઈએ કે પૌંઆ પેટ ભરવા સાથે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.

નાસ્તામાં આપણે બધા જુદી જુદી વસ્તુઓ ખાઈએ છીએ. તે જ સમયે કેટલાક લોકો માત્ર પૌંઆ જ ખાય છે. પૌંઆ ઝડપી બની જતી અને આરોગ્યપ્રદ રેસીપી (Healthy Recipe) છે. આજે અમે તમને પૌંઆના ફાયદાઓ વિશે જણાવીશું.

પૌંઆ સરળતાથી પચે છે

પૌંઆ આપણા સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ ફાયદાકારક છે. પૌંઆ બનાવવા માટે ખૂબ ઓછા તેલનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે સ્વાસ્થ્ય માટે સારું ગણવામાં આવે છે. પૌંઆ આયર્ન અને કાર્બોહાઈડ્રેટથી સમૃદ્ધ હોય છે, અને તે હળવો નાસ્તો હોવાથી સરળતાથી પચી જાય છે.

ડાયાબિટીસ અને એનિમિયા માટે ફાયદાકારક

પૌંઆ આયર્નથી ભરપુર છે. દરરોજ તેનું સેવન એનિમિયાને રોકવામાં મદદ કરે છે. તે જ સમયે, તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. પૌંઆનું સેવન કરવાથી શરીરમાં સુગર નિયંત્રણમાં રહે છે. તેથી જ પૌંઆ એક શ્રેષ્ઠ નાસ્તો છે.

વજન ઘટાડવા માટે અસરકારક

પૌંઆમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. તેને ખાવાથી તમને વારંવાર ભૂખ નથી લાગતી. પૌંઆમાં મગફળી ભેળવીને ખાઈ શકાય છે. તેમાં તમને પુષ્કળ પ્રોટીન પણ મળે છે. અને તેનાથી તમારું વજન પણ વધશે નહીં.

આ પણ વાંચો: જાણી લો: દર 5 માંથી એક વ્યક્તિને હોય છે લીવરની બીમારી, અને તેને ખબર પણ નથી હોતી, વાંચો વિગતવાર માહિતી

આ પણ વાંચો: Health Tips : હીમોગ્લોબિનને જાળવી રાખવા ડાયટમાં સામેલ કરો આ ફુડ, રહેશો હેલ્ધી અને ફીટ

(નોંધ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati