હાય રે….ગરમી ! હીટવેવને પગલે જુનાગઢ શહેરના રસ્તા ઓગળ્યા, રાહદારીઓને ભારે મુશ્કેલી

આજે પણ રાજ્યમાં (Gujarat) કાળઝાળ ગરમી યથાવત્ રહેશે. કચ્છ સહિત અમદાવાદમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

May 02, 2022 | 10:39 AM

Junagadh : જૂનાગઢમાં આજકાલ રસ્તા પર વાહનો (Vehicle) ચલાવવાનું તો સમજ્યા રાહદારીઓ માટે ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે, કારણ કે અહીં રસ્તા (Road)  પરનો ડામર જ ગરમીમાં પીગળી રહ્યો છે. ભરચક ટ્રાફિક વચ્ચે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એપ્રિલ મહિનાના અંતથી જ ગરમીમાં (Heatwave) ચમકારો જોવા મળી રહ્યો છે.ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. અનેક શહેરોમાં 42 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે.

આજે પણ રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત્ રહેશે. આજે કચ્છમાં હીટવેવની (Heatwave) આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને લઇ હવામાન વિભાગ દ્વારા (IMD Alert) અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મહત્વનું છે કે, આગામી ત્રણ દિવસ રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન રહી શકે છે. રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો હતો.

કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ કર્યા

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં વધતી જતી ગરમી અને લૂના કારણે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્ય સરકારોને પત્ર લખીને એલર્ટ કર્યા છે. તેઓએ અસરકારક વ્યવસ્થાપન માટે તમામ જીલ્લાઓમાં ગરમી સંબંધિત બીમારીઓ પર રાષ્ટ્રીય કાર્ય યોજના માર્ગદર્શિકા દસ્તાવેજને પ્રસારિત કરવા જણાવ્યું છે.

 

 

આ પણ વાંચો : Weather Update: રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, કચ્છમાં હીટવેવની કરવામાં આવી આગાહી

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati