Weather Update: રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, કચ્છમાં હીટવેવની કરવામાં આવી આગાહી

Weather Update: રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. ત્યારે આજે પણ રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત્ રહેશે. આજે કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 10:13 AM

Weather News: રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. અનેક શહેરોમાં 42 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે. ત્યારે આજે પણ રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત્ રહેશે. આજે કચ્છમાં હિટવેવની (Heatwave) આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને લઇ હવામાન વિભાગ દ્વારા (IMD Alert) અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મહત્વનું છે કે, આગામી ત્રણ દિવસ રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન રહી શકે છે. રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. ત્યારે ગરમી વચ્ચે આવતીકાલથી રાજ્યમાં લોકો માટે થોડા રાહતના સમાચાર છે. કાલથી તાપમાનમાં 3 ડિગ્રી સુધી ઘટાડો થતાં ગરમીમાં આંશિક રાહત મળી શકે છે.

વીજ સંકટ મુદ્દે ઊર્જા પ્રધાનનું નિવેદન, કહ્યું, ‘રાજ્યને મળે છે પૂરતી કોલસાની સપ્લાય’

વીજ કાપના સંકટ વચ્ચે ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ કહ્યું છે કે, ગુજરાત વીજ સંકટથી બાકાત છે. રાજ્યમાં કેન્દ્રના સહયોગથી કોલસાની પૂરતી સપ્લાય મળીરહી છે. સાથે જ અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં સોલાર અને વિન્ડ એનર્જી પણ નોંધપાત્ર પ્રમાણમાં મળી રહી છે. આથી ગુજરાત વીજ સંકટથી બાકાત રહી શક્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં પણ રાજ્યમાં વીજ સંકટ ના સર્જાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. મહત્વનું છે કે, ઉર્જામંત્રી કનુ દેસાઈએ વાપીમાં ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપી, જે બાદ તેમણે ગુજરાતના વીજ સંકટને લઈ આ નિવેદન આપ્યું હતું

આ પણ વાંચો: Gir Somnath: 4.0ની તીવ્રતાનો ભૂકંપ, તાલાલા, ધાવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા

આ પણ વાંચો: ગુજરાતમાં AAP અને BTP ગઠબંધનને પગલે આદિવાસી સંકલ્પ મહાસંમેલનનું આયોજન, કેજરીવાલની હાજરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">