Jamnagar : સાઇબર ક્રાઇમ સેલને મોટી સફળતા, ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશનનાં નામે ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

છેલ્લા બે મહિના દરમિયાન મોબાઇલ ફોનની ચાઈનીઝ ઇનસ્ટંટ લોન એપ્લિકેશન (Instant Loan Application) મારફતે ઠગ ટોળકી દ્વારા લાખો રૂપિયાનો ફ્રોડ કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે.

Jamnagar : સાઇબર ક્રાઇમ સેલને મોટી સફળતા, ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશનનાં નામે ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
File Photo
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: May 02, 2022 | 8:54 AM

જામનગરની સાઇબર ક્રાઇમ સેલની (Cyber Crime Cell) ટિમને સતત બે મહિનાની દોડધામ પછી ચાઈનીઝ ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશનનાં(Instant loan application)  નામે ફ્રોડ અને બ્લેકમેઇલ કરતી આંતરરાજ્ય ગેંગને પકડી પાડવા માટે મોટી સફળતા સાંપડી છે. હાલ સાઈબર સેલે કર્ણાટક રાજ્યમાંથી ઠગ ટોળકીને ઝડપી પાડી છે. તમને જણાવી દઈએ કે, આ ગેંગ પાસેથી સેલની ટીમે લેપટોપ- મોબાઈલ ,ફોન-સીમકાર્ડ સહિતનું થોકબંધ સાહિત્ય સહિત  ૧૬.૪૨ લાખથીવધુની રકમ ફ્રીજ કરાવી છે. આ ટોળકીનું પગેરું છેક તાઈવાન સુધી હોવાનું પણ જાણવા મળ્યું છે.

ટોળકીનું છેક તાઈવાન સુધી કનેક્શન !

ઉલ્લેખનીય છે કે, જામનગરની સાઇબર ક્રાઇમ સેલની ટીમને  આસપાસના વિસ્તારના આઠ જેટલા લોકો દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. છેલ્લા બે મહિના દરમિયાન મોબાઇલ ફોનની ચાઈનીઝ ઇનસ્ટંટ એપ્લિકેશન મારફતે ઠગ ટોળકી દ્વારા પોતાને યેન-કેન પ્રકારે પરેશાન કરી નાણાં પડાવી લઇ ફ્રોડ કરતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતુ.જે બાદ ફરિયાદ અરજીના અનુસંધાને જામનગરની સાઇબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી અને જુદા જુદા એક્સેસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી હતી અને બે મહિનાની સખત મહેનતના અંતે કર્ણાટક રાજ્ય સુધી તપાસનો દોર લંબાવ્યો હતો.

બધા આરોપીઓએ ઉચ્ચ અભ્યાસ કર્યો છે

કર્ણાટક (Karnataka) રાજ્યના બેંગલોરમાં રહેતા આરોપી ભીમસેન હનુમંતાચાર્ય મઠદ જેણે એમ.બી.એ.નો અભ્યાસ કર્યો છે. તેની અટકાયત કરીને પોલીસે વધુ તપાસ તેજ કરી છે.આ ઉપરાંત કર્ણાટક રાજ્યના ચીકમંગલૂંરમાં રહેતા અને એમબીએનો અભ્યાસ કરી ચુકેલા મહમદ ઉઝેર શરીફ મકબુલ મોહમ્મદ શરીફ અને બીએસસીનો અભ્યાસ કરી ચુકેલા માઝઅહમદ શરીફ રહમતુલ્લા શરીફની પણ અટકાયત કરવામાં આવી હતી.આ ત્રણેય આરોપીને સાઈબર સેલની ટીમે જામનગર અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. હાલ પોલીસને આરોપી પાસેથી જુદી જુદી કંપનીના ૧૯ નંગ સીમકાર્ડ,૧ લેપટોપ, ૩ નંગ મોબાઇલ ફોન વગેરે સાહિત્ય મળી આવ્યુ છે. ઉપરાંત ત્રણેયના જુદા જુદા બેંક એકાઉન્ટમાં ફ્રોડ ના માધ્યમથી જમા કરેલી ૧૬,૪૨,૨૩૬ ની રકમને પણ સાઈબર સેલે (Cyber Cell) ફ્રીઝ કરાવી દીધી છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

પોલીસના જણાવ્યા અનુસાર આ ઠગ ટોળકી ચાઈનીઝ ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન (Loan Application) બનાવીને બહોળા પ્રમાણમાં વિવિધ સાઇટ્સ ઉપર પ્રસિદ્ધિ કરી અને એપ ઇન્સ્ટોલ થયાની સાથે તમામ એપ્લિકેશન ધારકના ફોન કોન્ટેક્ટ, ગેલેરી, અને અન્ય સંવેદનશીલ માહિતીઓ વિવિધ એક્સેસ મારફતે મેળવી લેતા હતા, ત્યાર પછી એપ્લિકેશન ડાઉનલોડ કરીને બળજબરીથી લોન આપ્યા પછી ગેરકાયદે રીતે ઊંચા વ્યાજ દર વસુલ કરતા હતા.ત્યારે હાલ સાઈબર સેલની ટીમે તેને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : જામનગરમાં નરેશ પટેલ ભાજપ નેતાઓ સાથે એક રથમાં સવાર થયા

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">