હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા, રિવા બા જાડેજાએ સ્વર્ણિમ સંકુલના કાર્યલયમાં ધાર્મિક વિધિ સાથે સંભાળ્યો હોદ્દો, જુઓ વીડિયો
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન બનનાર હર્ષ સંઘવી, આરોગ્ય વિભાગનો સ્વંતત્ર હવાલો ધરાવનાર પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા અને રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન રિવા બા જાડેજાએ, સ્વર્ણિમ સંકુલમાં ફાળવેલા કાર્યાલયમાં પુજા અર્ચના કરીને હોદ્દો ગ્રહણ કર્યો હતો.
ગુજરાતમાં ગઈકાલ શુક્રવારે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા પ્રધાનોને, કેબિનેટની બેઠકમાં મોડીરાત્રે વિભાગોની ફાળવણી કરવામાં આવી હતી. આ તમામ પ્રધાનોએ આજે ધનતેરસના દિવસે, સ્વર્ણિમ સંકુલમાં ફાળવેલા કાર્યાલયમાં સંપૂર્ણ ધાર્મિક વિધિ સાથે પદભાર સંભાળ્યો હતો.
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેનાર હર્ષ સંઘવીએ આજે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આવેલ કાર્યાલયમાં જઈને ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યો હતો. તે બીજી બાજુ શિક્ષણ પ્રધાનમાંખી આરોગ્ય પ્રધાન તરીકે સ્વતંત્ર હવાલો ધરાવતા પ્રફુલ્લ પાનસેરિયાએ પણ તેમના કાર્યાલયમાં સંપૂર્ણ પુજાવિધિ કરીને આરોગ્ય પ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યો હતો.
રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન બનેલ રિવા બા જાડેજાએ, તેમના કાર્યાલયમાં આજે સંપૂણ ધાર્મિક વિધિ તેમજ પૂજા અર્ચના કર્યા બાદ, રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન તરીકેનો હવાલો સંભાળ્યો હતો. આજે ધનતેરસના શુભ દિવસે મોટાભાગના પ્રધાનોએ તેમના કાર્યાલયમાં જઈને મૂર્હત અનુસાર પ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યો હતો. તેમજ વિભાગ વાર અધિકારીઓની બેઠક કરીને, જે તે વિભાગ દીઠ સામાન્ય જાણકારી મેળવી હતી.
આ પણ વાંચોઃ CM યથાવત રાખીને કેમ આખી ટીમ નવી બનાવી, શું પાલિકા-પંચાયત અને 2027ની ચૂંટણીનો હતો ડર ?
