દ્વારકામાં 88 લાખના ખર્ચે બનાવેલા હરીકુંડમાં જામ્યા ગંદકીના ગંજ, તંત્રની બેદરકારીના કારણે કુંડની દુર્દશા

Dwarka: લાખોના ખર્ચે બનાવાયેલા હરીકુંડની બદત્તર હાલત થઈ છે. કુંડની સાફ સફાઈના અભાવે તેમા ગંદકીના થર જામ્યા છે. અહી આવતા યાત્રાળુઓ કુંડમાં સ્નાન કરી શક્તા નથી એટલી હદે ગંદકી ફેલાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2022 | 10:43 PM

યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં લાખોના ખર્ચે બનાવાયેલા હરિકુંડની માવજતના અભાવે દુર્દશા થઇ છે. નગરપાલિકાની બેદરકારીને કારણે 88.28 લાખના ખર્ચે બનાવેલા હરીકુંડની હાલત બદતર બની છે. પવિત્ર હરીકુંડમાં ગંદુ પાણી અને ગંદકીના થર જોવા મળી રહ્યાં છે. કુંડમાં આવેલી અનેક લાઇટો પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. જેને કારણે કુંડમાં વૈષ્ણોવો સ્નાન અને ઝારીજી  ભરી શક્તા નથી. 2020માં કેન્દ્ર સરકારની હદય યોજના અંતર્ગત હરીકુંડના સમારકામ માટે 88.28 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ માત્ર બે વર્ષમાં નગરપાલિકાની જાળવણીના અભાવે કુંડની બદતર હાલત થઇ છે. જેને લઇ વૈષ્ણવોમાં રોષની લાગણી ફેલાઇ છે અને તાત્કાલિક હરિકુંડની સફાઇ કરવામાં આવે તેવી માગ કરી છે.

તંત્ર દ્વારા હરીકુંડની કોઈ પ્રકારની સાફ સફાઈ કરાતી નથી- કલ્પેશ શાસ્ત્રી

કલ્પેશ શાસ્ત્રીના જણાવ્યા મુજબ હરીકુંડની કોઈ પ્રકારની સાફ સફાઈ કરવામાં આવતી નથી. કુંડના જિર્ણોદ્ધાર માટે લાખોની ગ્રાંટ ફાળવવામાં આવી હતી પરંતુ બે જ વર્ષમાં કુંડમાં ગંદકીના થર જામ્યા છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીએ તેનુ ઈ-લોકાર્પણ કર્યુ હતુ. હાલ કુંડમાં અતિશય ગંદકીના કારણે રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે ભાવિકો અહીં આચમન નથી કરી શક્તા કે સ્નાન પણ નથી કરી શક્તા. ગંદકીના કારણે કુંડ આસપાસ કોઈ બેસી પણ ન શકે તે હદે દુર્ગંધ મારે છે. દ્વારકા યાત્રાધામ હોવાથી હજારો ભાવિકો અહીં આવે છે. હરીકુંડની દુર્દશાના કારણે ભાવિકોમાં નિરાશા જોવા મળે છે. પરંતુ તંત્ર દ્વારા તેની સાફ સફાઈ માટે કોઈ કામગીરી કરવામાં આવતી નથી. તંત્ર હજુ ઘોર નીંદ્રામાં જ છે.

Follow Us:
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">