Gandhinagar: દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે પગાર સહિત અન્ય સરકારી ભથ્થાનો કર્યો ત્યાગ
Gandhinagar: દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે પગાર સહિત અન્ય સરકારી ભથ્થાનો ત્યાગ કર્યો છે. આ અંગે તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર લખી જાણ કરી છે.
દ્વારકા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય પબુભા માણેક પગાર અને અન્ય સરકારી ભથ્થાનો ત્યાગ કર્યો છે. પબુભા માણેકે આ અંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર લખી જાણ કરી છે. મહત્વપૂર્ણ છે કે પબુભા માણેક છેલ્લી 8 ટર્મથી દ્વારકા બેઠક પરથી ચૂંટાઈ આવે છે.
પ્રથમ યુવા સ્પીકર તરીકે શંકર ચૌધરીએ સંભાળ્યો ચાર્જ
આજે 15મી વિધાનસભાનું એકદિવસીય પ્રથમ ટૂંકુ સત્ર મળ્યુ. હતુ. જેમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચૂંટણી બાદ શંકર ચૌધરીએ વિધાનસભા અધ્યક્ષ તરૂકે ચાર્જ સંભાળ્યો હતો. શંકર ચૌધરી વિધાનસભાના પ્રથમ યુવા સ્પીકર બન્યા છે. અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ તેમણે TV9 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, અધ્યક્ષ તરીકે પક્ષ અને વિપક્ષ બંનેના MLAને સંતોષ થાય એવી કામગીરી કરીશ. તટસ્થ રહેવાનો પ્રયાસ કરીશ. સામાન્ય પ્રજામાં વિધાનસભામાં માત્ર ઝઘડા જ થાય છે એ છાપ દૂર કરવા પ્રયત્ન કરીશ. સાથે જ યુવાનોને સંસદીય પ્રણાલી સાથે જોડવાનો સતત પ્રયાસ કરવામાં આવશે.
બીજી બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આભાર પ્રસ્તાવ સંબોધન કર્યુ હતુ. આ સાથે રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી પૂર્વે જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. તેને કાયદાનું સ્વરૂપ આપવા વિધાનસભા ગૃહમાં ઈમ્પેક્ટ હુકમના સુધારા વિધેયકને રજૂ કરવામાં આવ્યુ હતુ.
પ્રથમ દિવસે જ વિપક્ષે કર્યુ વોકઆઉટ
15મી વિધાનસભાના પ્રથમ સત્રની શરૂઆત જ હોબાળાથી થઈ. શાસક પક્ષે નિયમોનો ભંગ કર્યાના આરોપ સાથે વિપક્ષે વિધાનસભામાંથી વોકઆઉટ કર્યુ હતુ. આ સાથે રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવ અંગે પણ કોંગૅેસ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠઆવ્યો હતો. રાજ્યપાલના આભાર પ્રવચનની કોપી ન મળી હોવાથી આભાર પ્રસ્તાવ અંગે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. કોંગ્રેસે સરકારી વિધેયકને પ્રાથમિકતા આપી આભાર પ્રસ્તાવ પર ચર્ચા અન્ય દિવસે કરવા વિનંતી કરવામાં આવી હતી. જો કે હોબાળા બાદ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતુ.
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
