AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari : ટ્રેક પરથી તેજસ ટ્રેન પસાર થતા હથોડો ઉછળીને મુસાફરની છાતીમાં વાગ્યો, પાંસળીઓ તૂટી ગઇ, જુઓ Video

Navsari : ટ્રેક પરથી તેજસ ટ્રેન પસાર થતા હથોડો ઉછળીને મુસાફરની છાતીમાં વાગ્યો, પાંસળીઓ તૂટી ગઇ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2024 | 3:07 PM
Share

નવસારીમાં રેલવે ટ્રેક ઉપર સમારકામ કરી રહેલ કામદારોની ગંભીર બેદરકારી સામે આવી છે. રેલવે ટ્રેક પર હથોડો ભુલી જતા ત્યાંથી પસાર થયેલી તેજસ ટ્રેન ઉથલી જતા માંડ બચી છે, જો કે આ લોંખડનો હથોડો ઉછળીને મુસાફરના છાતીમાં વાગતા તેની પાંસળીઓ તૂટી ગઇ છે.

નવસારીમાં રેલવે ટ્રેક ઉપર સમારકામ કરી રહેલ કામદારોની ગંભીર બેદરકારી સામે આવી છે. રેલવે ટ્રેક પર હથોડો ભુલી જતા ત્યાંથી પસાર થયેલી તેજસ ટ્રેન ઉથલી જતા માંડ બચી છે, જો કે આ લોંખડનો હથોડો ઉછળીને મુસાફરના છાતીમાં વાગતા તેની પાંસળીઓ તૂટી ગઇ છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મુસાફરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ઘટના કઇક એવી છે કે નવસારીમાં રેલવે ટ્રેક ઉપર સમારકામ ચાલી રહ્યુ હતુ. જે દરમિયાન કામદારો લોખંડનો હથોડો ટ્રેક પર જ ભુલી ગયા હતા. તેજસ સુપર ફાસ્ટ ટ્રેઈન નવસારીથી પસાર થવાના સમયે કામદારો વજનદાર લોખંડનો હથોડો ટ્રેક ઉપર ભૂલ્યા હતા. કામદારોની ગંભીર બેદરકારીનો ભોગ એક મુસાફર બન્યો છે.

આ પણ વાંચો-સાંસદ સામે પોલીસ ઢીલી પડી ! રંજન ભટ્ટ પોણા બે કલાકમાં અકસ્માત કરનારેને છોડાવી ગયા, જુઓ Video

પૂરપાટ ઝડપે તેજસ સુપરફાસ્ટ પસાર થતા ટ્રેક ઉપર પડેલો હથોડો ઉછળીને પ્લેટફોર્મ ઉપર ઉભેલા મુસાફરને વાગ્યો હતો. વજનદાર હથોડો મુસાફરને વાગતા તેની છાતીની પાંસળી તૂટી ગઇ છે. મૂળ દહાણુના મુસાફરને તાત્કાલિક સારવાર માટે નવસારી સિવિલ બાદ વલસાડ હોસ્પિટલ ખસેડાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">