AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : મેઘરાજાની મહેરથી ખુશીની લહેર, ખેડૂતોએ રાહતનો દમ લીધો

Gujarati Video : લાંબા સમયના વિરામ બાદ ફરીએકવાર મેઘરાજા(Monsoon 2023)એ પધરામણી કરી છે. ગુજરાતમાં માત્ર ભરૂચમાં મેઘમહેર માટે ઉજવાતા ઉત્સવ દરમિયાન રિસાયલે મેઘરાજા ફરી અમી વરસાવતા ધરતીના તાત સહિત સામાન્ય લોકો  વ્યક્ત કરી રહ્યા છે.

| Updated on: Sep 09, 2023 | 10:06 AM
Share

Gujarati Video : લાંબા સમયના વિરામ બાદ ફરીએકવાર મેઘરાજા(Monsoon 2023)એ પધરામણી કરી છે. ગુજરાતમાં માત્ર ભરૂચમાં મેઘમહેર માટે ઉજવાતા ઉત્સવ દરમિયાન રિસાયલે મેઘરાજા ફરી અમી વરસાવતા ધરતીના તાત સહિત સામાન્ય લોકો  વ્યક્ત કરી રહ્યા છે. ભરૂચમાં ગુરુવારે રાતે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો

હવામાન વિભાગે હાલના દિવસોમાં યુપી, મધ્યપ્રદેશ, ગુજરાત(Gujarat) સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે શુક્રવારે કહ્યું કે  ઘણા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી સારો વરસાદ પડશે. આ સાથે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી  પણ આપવામાં આવી છે.

જુઓ ભરૂચમાં ધોધમાર વરસાદના દ્રશ્યો

આ પણ વાંચો : Anand Breaking News : એક્ટિવા પર વૃક્ષ પડતા પતિ-પત્નીનું ઘટનાસ્થળે મોત, વૃક્ષ કાપી મૃતદેહ બહાર કઢાયા, જુઓ Video

પશ્ચિમ ભારતના રાજ્યો અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં 8 અને 12 સપ્ટેમ્બરે, ગુજરાતમાં 8 અને 9 સપ્ટેમ્બરે અને મરાઠવાડામાં 8 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડી શકે છે.

ઘણા વિસ્તારોમાં ભગવાન ઈન્દ્રના આશીર્વાદ આખરે વરસાદના રૂપમાં વરસ્યાહતા  જેના કારણે ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા અને ખેતરોમાં કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે. ઘણા વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી સારા પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે. તાપમાનમાં પણ ઘટાડો થયો છે અને વાતાવરણ ખુશનુમા બની ગયું છે.

આ પણ વાંચો : Gujarati Video: અમદાવાદમાં ઢોરવાડાની દુર્દશા મુદ્દે મનપા ડેપ્યુટી કમિશનરે આપી સફાઈ, ક્ષમતા કરતા વધુ પશુ નથી ભરવામાં આવ્યા

મેઘરાજા ઉત્સવ દરમિયાન અમી વરસી

વિશ્વભરમાં માત્ર ભરૂચ જિલ્લામાં  મેઘરાજાનો ભાતીગળ ઉત્સવ મનાવવામાં આવે છે. બે સૈકા અગાઉ છપ્પનિયા દુષ્કાળ સમયે ભરૂચના ભોઈ સમાજે મેઘરાજાની પ્રતિમા બનાવી પૂજન અર્ચન કાર્ય બાદ ઈન્દ્રદેવે માહેર કરી હતી. આ અવસર બાદ અવિરત દરવર્ષે મેઘરાજાનો ભાતીગળ ઉત્સવ ઉજવાય છે.

વરસાદના અભાવે ખેડૂતોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને પડી રહેલા વરસાદે સુકાઈ રહેલા પાકને જીવનદાન આપ્યું છે. ભરૂચમાં સારો વરસાદ વરસતા તહેવાર દરમિયાન રોનક જોવા મળી રહી છે.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">