Anand Breaking News : એક્ટિવા પર વૃક્ષ પડતા પતિ-પત્નીનું ઘટનાસ્થળે મોત, વૃક્ષ કાપી મૃતદેહ બહાર કઢાયા, જુઓ Video
આણંદમાં ચાલુ વરસાદે એક ગોઝારી ઘટના બની છે. આણંદના સો ફૂટ રોડ પર એક્ટિવા પર વૃક્ષ પડતા પતિ-પત્નીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. પતિ અને પત્ની એક્ટિવા પર પસાર થઈ રહ્યાં હતા.ત્યારે ઝાડ પડતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. ફાયર બ્રિગેડની ટીમે વૃક્ષ કાપીને પતિ-પત્નીના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
Gujarat Rain : મેધરાજાએ લાંબા વિરામ બાદ ફરી રાજ્યમાં મેધ મહેર કરી છે. ત્યાં આણંદમાં ચાલુ વરસાદે એક ગોઝારી ઘટના બની છે. આણંદના સો ફૂટ રોડ પર એક્ટિવા પર વૃક્ષ પડતા પતિ-પત્નીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. પતિ અને પત્ની એક્ટિવા પર પસાર થઈ રહ્યાં હતા.
ત્યારે ઝાડ પડતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. ફાયર બ્રિગેડની ટીમે વૃક્ષ કાપીને પતિ-પત્નીના મૃતદેહ બહાર કાઢ્યા હતા. એકસાથે પતિ -પત્નીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ પણ વાંચો : Rashmika Mandannaના બોડીગાર્ડે ફેનને માર્યો ધક્કો, લોકોએ વ્યક્ત કર્યો ગુસ્સો, જુઓ Viral Video
તો આ તરફ છોટાઉદેપુરના નસવાડીમાં પાંચ ગામને જોડતા ડુંગરની ભેખડ ધસી પડી. વાડિયાથી ખેંદા વચ્ચેના કાચા રસ્તા પર ભેખડ ધસી પડતા એક ટેમ્પો અને બાઈક ફસાઈ ગયા. ગ્રામજનોએ વાહનને કાઢવા ભારે મથામણ કરી. વરસાદ બાદ કાચા રસ્તાનું ધોવાણ થઇ ગયું, છતાં તંત્રના અધિકારીઓ ફરક્યા ન હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.