Gujarati Video: અમદાવાદમાં ઢોરવાડાની દુર્દશા મુદ્દે મનપા ડેપ્યુટી કમિશનરે આપી સફાઈ, ક્ષમતા કરતા વધુ પશુ નથી ભરવામાં આવ્યા
Ahmedabad: અમદાવાદના દાણીલીમડામાં ગાયોની દુર્દશા મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ મનપાની કામગીરી પર સવાલ ઉઠાવતા લાખો ગૌભક્તોની લાગણી દુભાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. આ મુદ્દે કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરે સફાઈ આપી કે ઢોરવાડામાં ક્ષમતા કરતા વધુ પશુઓને ભરવામાં આવ્યા જ નથી.
Ahmedabad: અમદાવાદના દાણીલીમડા ઢોરવાડામાં ગાયોની દુર્દશાનો વીડિયો વાયરલ થવા અંગે કોર્પેોરેશનના ડેપ્યુટી કમિશનરે મહત્વની સ્પષ્ટતા કરી છે. ગાયોની દુર્દશાનો વીડિયો વાયરલ થયા બાદ ડેપ્યુટી કમિશનર મિહિર પટેલે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું. અને સ્પષ્ટતા કરતા કહ્યું કે ઢોરવાડામાં પશુઓને રાખવાની યોગ્ય વ્યવસ્થા છે. સફાઇ માટે ગાયોને અન્ય સ્થળે લઇ જવામાં આવી રહી હતી ત્યારે કોઇ અજાણ્યા શખ્સે વીડિયો બનાવી વાયરલ કર્યો. સાથે જ દાવો કર્યો કે ઢોરવાડામાં ક્ષમતા પ્રમાણે જ પશુ રાખવામાં આવ્યાં છે અને તમામ પશુઓની યોગ્ય કાળજી લેવામાં આવી રહી છે.
ઢોરવાડામાં ગાયોની દુર્દશા પર રાજનીતિ તેજ
આ તરફ આ મુદ્દે હવે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યુ કે AMCના ઢોરવાડામાં ગાયોની દુર્દશાથી લાખો ગૌભક્તોની લાગણી દુભાઇ છે. ગઇકાલે સામે આવેલા ગાયની દુર્દશાના વીડિયો બાદ હવે રાજનીતિ તેજ બની છે. કોંગ્રેસે સરકાર સાથે AMCના ભાજપના સત્તાધીશો સામે સવાલ કર્યા છે અને અમદાવાદમાં રખડતા ઢોર રાખવા યોગ્ય વ્યવસ્થાની માગ કરી છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોષીએ નિશાન તાકતા આરોપ લગાવ્યો કે ભાજપ માત્ર ગાયના નામે રાજનીતિ જ કરે છે. કોંગ્રેસે ઢોરવાડામાં ગાયની દુર્દશાને દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો