Gujarati Video: રાજ્યમાં દબાણકારોની નહીં ચાલે મનમાની, શાંતિ ભંગ કરશે તો ફરી વળશે તંત્રનું બુલડોઝર
Demolition: રાજ્યમાં અનેક સ્થળોએ જ્યાં જ્યાં પણ અનધિકૃત દબાણ કરવામાં આવ્યા હતા ત્યાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે. કોઈની પણ શેહશરમ, લાગવગ, કે ભલામણને ધ્યાને લીધા વિના સરકારી જમીનો પર કરાયેલા દબાણો હટાવવાની કામગીરી તંત્ર દ્વારા અવારનવાર કરવામા આવી રહી છે એ બેટ દ્વારકા હોય, પાવાગઢ હોય કે પછી હોય સોમનાથ. તીર્થસ્થાનો પર કરાયેલા દબાણો પર મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે.
Mega Demolition: રાજ્યમાં અનેક સ્થળે દબાણકારો વર્ષોથી બેફામ હતા. પરંતુ હવે આ દબાણો, દાદાગીરી અને મનમાની ચલાવી લેવાતી નથી.જેઓ શાંતિભંગ કરે છે, તેમના પર પણ ફરી વળે છે તંત્રનું બુલડોઝર.
સપ્ટેમ્બર મહિનામાં ખેડાના ઠાસરામાં શિવજીની યાત્રા પર પથ્થરમારો થયો હતો. જે બાદ પથ્થરમારો કરનારા સામે એક્શન લેવાઈ. બીજી તરફ માર્ચ મહિનામાં વડોદરાના ફતેહપુરામાં રામનવમીમાં થયેલા પથ્થરમારા બાદ ફતેહપુરામાં પણ દબાણ હટાવવાનો એક્શન પ્લાન તૈયાર કરાયો હતો. આ એક કડક સંદેશ હતો, કે શાંતિ ભંગ થાય તેવું નહીં જ ચલાવી લેવાય.
આ પણ વાંચો: Ahmedabad News: અમદાવાદના લોકો આ વખતે AC ડોમમાં રમશે ગરબા, અહીં છે ખાસ આયોજન, જુઓ Video
કોઈપણ પ્રકારની મનમાની ચાલશે નહીં. સપ્ટેમ્બરમાં દાહોદના ઝાલોદમાં પણ પાલિકાના વિસ્તારમાં કરેલા દબાણો દૂર કરાયા હતા. ગયા વર્ષે કચ્છમાં મેગા ડ્રાઈવ યોજીને દરિયાકાંઠાના એવા દબાણો દૂર કર્યા હતા, જે જેટીની નજીક ઉભા કરી દેવાયા હતા.
સુરતમાં પણ મહાનગરપાલિકાએ ટીપી રસ્તા ખુલ્લા કરવા દબાણો હટાવ્યા હતા. બે દિવસમાં 25 રસ્તાઓ પર ઝુંબેશ ચાલી હતી અને 61 હજાર ચોરસ મીટર જમીનને ખુલ્લી કરાઈ હતી અને આવા દબાણો નેતાઓની પણ ચલાવી લેવાયા નથી.
જૂન મહિનામાં ડુમસ રોડ પર પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલના ફાર્મ હાઉસનો નડતરરૂપ ભાગ પણ તોડી પાડવામાં આવ્યો હતો. આવા તો અનેક સ્થળો છે, અનેક કિસ્સાઓ છે પણ સંદેશ એક જ છે અનઅધિકૃત મનમાની ચલાવી લેવાશે નહીં.
ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
