Ahmedabad News: અમદાવાદના લોકો આ વખતે AC ડોમમાં રમશે ગરબા, અહીં છે ખાસ આયોજન, જુઓ Video
કરોડો ગુજરાતીઓનો પ્રીય તહેવાર એટલે નવરાત્રી જેને હવે બસ ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે રાજ્યભરમાં નવરાત્રીની તડામાર તૈયારી ચાલી રહી છે તેવામાં અમદાવાદી ખેલૈયાઓને આ વર્ષે નવરાત્રીની એક નવીન ઝલક જોવા અને માણવા મળશે, ત્યારે શું છે નવીન નવરાત્રી જોઇએ આ અહેવાલમાં.

ગુજરાતીઓ સમગ્ર વર્ષ દરમિયાન નવરાત્રીની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ત્યારે હવે નવરાત્રીને થોડાક જ દિવસો બાકી રહ્યા છે, ખેલૈયાઓને ગરમીથી રાહત મળે અને ગરબા રમવાના ગરમીનાં કારણે ગભરામણ થી પણ રાહત મળે તેને લઈ આયોજકો દ્વારા અમદાવાદમાં પ્રથમ વખત એસ જી હાઇવે નજીક એસીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
કુલ 1.5 લાખ સ્કવેર ફૂટની જગ્યા પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 20 હજારથી વધુ લોકો ખુલીને ગરબા રમી શકે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં અલગ અલગ જગ્યા પર ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં આયોજક દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, સામાન્ય રીતે આ કોન્સેપ્ટ વિદેશોમાં ચાલે છે ત્યારે ગુજરાતમાં સુરત બાદ હવે અમદાવાદમાં એસી ડોમમાં ગરબાનું નવતર પ્રયોગ કરવામાં આવ્યું છે.
કોરોના બાદ લોકોમાં હાર્ટ અટેકના બનાવો પણ ખૂબ જ વધી રહ્યા છે ત્યારે આ વખતે અમદાવાદમાં જે ડોમમાં એસી નવરાત્રી થવાની છે. ત્યાં એક પ્રાઇવેટ એમ્બ્યુલન્સ તેમજ ડોક્ટર સહિત ટોટલ 8 લોકોનો સ્ટાફ આ જગ્યાએ ઉપસ્થિત રહેશે જેથી કરી કોઈ પણ બનાવ સામે આવે તો તેને લઈ યોગ્ય સારવાર કરવામાં આવે અને અનિચ્છનીય બનાવ ન બને. તેમજ આયોજિત દ્વારા સેફટી ને લઇ ફાયર બ્રિગેડની ગાડી તેમજ જરૂરી સાધનનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ પ્રાઇવેટ અને ડોગ સ્ક્વોડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરી ખેલૈયાઓને કોઈપણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
આ પણ વાંચો : Ahmedabad: નવરાત્રીને લઈ ખેલૈયાઓ સજ્જ, ટ્રેડિશનલ ડ્રેસ સાથે 3 કિલોની ખાસ પાઘડી મચાવશે ધૂમ, જુઓ Photo
માત્ર ખેલૈયા રમે તે વિશાળ ડ઼ોમ જ નહીં પરંતુ કેફેટેરીયા સહીતની જગ્યાં પર એસી સાથે પગમાં પથ્થર વાગે નહીં તે માટે તમામ વિસ્તાર ગાદીથી તૈયાર કરવામાં આવશે. આયોજક દ્વારા સૌ પ્રથમ વખત સુરત ખાતે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે આયોજક દ્વારા અમદાવાદ ખાતે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે એસીમાં ગરબા અમદાવાદીઓ ને ગમે છે કે નહિ તે જોવું રહ્યું. જો વરસાદી માહોલ નવરાત્રીમાં રહ્યો તો મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમવા જઈ શકે છે.