Gujarati Video : લો બોલો ! હવે રાજકોટના ઉપલેટામાં ઠેર-ઠેર ડિજિટલ જુગારધામની હાટડીઓ ખુલી, Videoમાં કેદ થયા દ્રશ્યો
રાજકોટના ધોરાજી-ઉપલેટામાં ઠેર-ઠેર ડિજિટલ જુગારધામની હાટડીઓ ખુલી હોવાનો પૂર્વ ધારાસભ્ય સહિત સ્થાનિકો દાવો કરી રહ્યા છે. ધોરાજી-ઉપલેટાની બજારોમાં ડિજિટલ જુગાર રમાતો હોવાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.
દારૂ, જુગારનું દૂષણ બરબાદ કરી રહ્યું છે ત્યાં હવે સમાજમાં નવુ દૂષણ જોવા મળી રહ્યું છે. રાજકોટના ધોરાજી-ઉપલેટામાં ઠેર-ઠેર ડિજિટલ જુગારધામની હાટડીઓ ખુલી હોવાનો પૂર્વ ધારાસભ્ય સહિત સ્થાનિકો દાવો કરી રહ્યા છે. ધોરાજી-ઉપલેટાની બજારોમાં ડિજિટલ જુગાર રમાતો હોવાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.
આ પણ વાંચો : Rajkot : માધાપર વિસ્તારમા ઉનાળા પૂર્વે જ પાણીનો ઉકળાટ શરૂ ! મહિલાઓએ મનપા કચેરીમાં મચાવ્યો હોબાળો
વાયરલ વીડિયોમાં ખુલ્લેઆમ ડિજિટલ જુગાર ચાલતો હોવાનું જોવા મળી રહ્યું છે. કોમ્પ્યુટર, મોબાઇલના આધારે ખુલ્લેઆમ જુગાર રમાઇ રહ્યો છે. ડિજિટલ જુગારધામનો વીડિયો વાયરલ થતા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. આ સાથે ધારાસભ્યએ ડિજિટલ જુગારધામને તાત્કાલિક બંધ કરાવવા માગ પણ કરી છે.
થોડા દિવસ અગાઉ સુરતના કાપોદ્રા વિસ્તારમાં ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ ખાતે કાપોદ્રા પોલીસે હાઈ પ્રોફાઈલ જુગાર ધામ ઝડપી પાડ્યું હતું. વકીલ અને તેમના 3 સાગરિતો દ્વારા કમાણી કરવા માટે પોતાના મકાનના ચોથા માળે હાઈ પ્રોફાઈલ જુગાર ધામ શરૂ કર્યું હતું. કાપોદ્રા પોલીસે બાતમીના આધારે જુગારધામ પર દરોડા પાડ્યા હતા. ત્યાંથી જુગાર રમતા જુગારીઓ સાથે દારૂ મળી આવતા પોલીસે જુગાર અને દારૂ એમ બે કેસ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી.