AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : શિવરાત્રીના પર્વને લઇને ST વિભાગ દ્વારા દોડાવાઇ એકસ્ટ્રા બસો, જાણો કયા કયા વિસ્તારના લોકોને મળશે સુવિધા

Rajkot News : શિવરાત્રી પર્વ દરમિયાન યાત્રિકોનો ભારે ધસારો રહેતો હોય છે. ત્યારે યાત્રિકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે એસટી વિભાગ દ્વારા આ સુવિધાજનક નિર્ણય લેવામાં આવ્યો છે.

Rajkot : શિવરાત્રીના પર્વને લઇને ST વિભાગ દ્વારા દોડાવાઇ એકસ્ટ્રા બસો, જાણો કયા કયા વિસ્તારના લોકોને મળશે સુવિધા
શિવરાત્રી પર સૌરાષ્ટ્રમાં દોડશે વધુ બસો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 5:36 PM
Share

શિવરાત્રીના મહા પર્વને લઈને મેળામાં આવનારા યાત્રિકો માટે એસટી વિભાગે એક્સ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. એક તરફ ધોરાજી એસટી વિભાગ દ્વારા કુલ 16 જેટલી એક્સ્ટ્રા બસ ફાળવવામાં આવી છે. તો બીજી તરફ ગોંડલ એસટી ડેપો દ્વારા 15 જેટલી એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિવરાત્રી પર્વ દરમિયાન યાત્રિકોનો ભારે ધસારો રહેતો હોય છે. ત્યારે યાત્રિકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે એસટી વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગોંડલ ST ડેપો દ્વારા એક્સ્ટ્રા 15 બસ દોડાવશે

ગોંડલ એસટી ડેપો દ્વારા શિવરાત્રી મહાપર્વ નિમિતે 15 જેટલી એક્સ્ટ્રા બસ ફાળવવામાં આવી આવી છે. મુસાફરોના ધસારાને ધ્યાને લઇ વધુ બસો ફાળવવાનો નિર્ણય કરાયો છે જે ગોંડલથી જૂનાગઢ જેતપુર, રાજકોટ, સહિતના રૂટ પર એક્સ્ટ્રા બસો શરૂ કરવામાં આવી છે. જેમાં ગોંડલથી મેસપર, બગદાણા, મોરીદળ, મેગણી, રાજકોટ, વારા ડુંગરા, જામકંડોરણા સહિત રૂટ કેન્સલ કરી જૂનાગઢ શરૂ કરવામાં આવી છે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં લઈને એસ.ટી ડેપોનો આ મહત્વનો નિર્ણય કરાયો છે જે રવિવાર સુધી એસ ટી ડેપો ગોંડલ દ્વારા મુસાફરો ની સુવિધા ને લઈ અને આ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે

ધોરાજી ST વિભાગે 16 જેટલી એક્સ્ટ્રા બસ ફાળવી

તો આ તરફ ધોરાજી એસટી ડેપોમાંથી 16 જેટલી એક્સ્ટ્રા બસને શિવરાત્રી પર્વ નિયમિતે દોડાવવામાં આવી રહી છે. આ અંગે ધોરાજીના એસટી ડેપો મેનેજર પિયર ડાંગરે જણાવ્યુ હતું કે, શિવરાત્રી પર્વ નિયમિતે યાત્રિકોના ઘસારાને ધ્યાને લઈને ધોરાજી એસટી ડેપો દ્વારા કુલ 16 બસ એકસ્ટ્રા દોડાવવામાં આવી રહી છે.આ તમામ બસોને તેમના વિવિધ રૂટ પર યાત્રિકોને વધુ સારી સુવિધા સાથે મુસાફરી થઈ શકે એ માટે શરૂ કરી દેવામાં આવી છે, જેમાં ધોરાજીથી જુનાગઢ, જામનગર, ઉપલેટા, સોમનાથ, વેરાવળ સહિતના રૂટો પર એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. મુસાફરોની સુવિધા ને લઈ અને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

(વિથ ઇનપુટ-દેવાંગ ભોજાણી, હુસેન કુરેશી, રાજકોટ)

Follow Us
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">