Gujarati Video : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, આંબાવાડીના માલિકો ચિંતાતુર બન્યા

TV9 GUJARATI

|

Updated on: Mar 17, 2023 | 11:58 AM

ચાલુ સપ્તહમાં બીજી વખત વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ ઉપરાંત નવસારી , તાપી , ભાવનગર અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા હાજરી પુરાવી શકે છે. કેરીના પાક માટે આ વરસાદ ચિંતાનો વિષય બની શકે છે.

દેશના ઘણા રાજ્યોમાં વધતા તાપમાન અને વાતાવરણમાં પ્લાટા વચ્ચે હવામાન બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગ (IMD)એ ગરમીમાંથી થોડી રાહત મળવાની આશા વ્યક્ત કરી છે. IMDની આગાહી અનુસાર ગુજરાત ઉપરાંત દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે અને ગરમીમાંથી રાહત મળવાની આશા છે. દેશભરમાં હવામાનની સ્થિતિ મુજબ હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર ઓછામાં ઓછા આગામી 4 થી 5 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ પડશે. જો કે આ પછી હવામાન શુષ્ક રહેશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીથી ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે.

આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર દેશમાં  આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં એક કે બે જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. પશ્ચિમ અને દક્ષિણ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રના ભાગો, પશ્ચિમ મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં એક અથવા બે દિવસ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

ચાલુ સપ્તાહમાં માવઠું થયું હતું

ચાલુ સપ્તહમાં બીજી વખત વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ ઉપરાંત નવસારી , તાપી , ભાવનગર અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા હાજરી પુરાવી શકે છે. કેરીના પાક માટે આ વરસાદ ચિંતાનો વિષય બની શકે છે. કેરીના મોર ઉપર બીમારી લાગવાની અને મોર ખરી જવાની ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. બીજી તરફ માર્ચ મહિનાની શરૂઆતથી ગરમી શરૂ થઇ છે ત્યારે ઠંડક પણ જોવા મળશે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati