Breaking News: આગામી 3 કલાકમાં પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી, અમદાવાદ, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, છોટા ઉદેપુર સહિત અન્ય જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની વકી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, નર્મદા, આણંદ, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, નર્મદા, આણંદ, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે . હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હળવા વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ થઈ શકે છે.
ભાવનગરમાં ગીજવીજ સાથે વરસાદ
કમોસમી વરસાદની આગાહી વચ્ચે સાંજના સમયે ભાવનગરમાં કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી અને કેટલાક વિસ્તારમાં લાઇટ પણ જતી રહી હતી. ભાવનગર શહેરમાં સાંજથી જ કાળા ડિંબાગ વાદળો ચઢી આવ્યા હતા અને શહેરના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
અમદાવાદમાં પણ સાધારણ વરસાદ, ધૂળની ડમરીઓ ઉડી
અમદાવાદમાં પણ આજે સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું . તેમજ બપોર બાદ ધૂળની ડમરીઓ ઉડી હતી અને સાંજે કેટલાક વિસ્તારમાં વરસાદના છાંટા પડયા હતા.
રાજકોટના જસદણમાં પુરૂષ ઉપર વીજળી પડી
રાજકોટના જસદણમાં પલટાયેલા વાતાવરણ વચ્ચે ગોખલાણા રોડ ઉપર સાયકલ ઉપર જઈ રહેલા પુરૂષ ઉપર વીજળી પડી હતી . જેમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે અને ઇજાગ્રસ્ત યુવકને 108 દ્વારા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો . પરંતુ તેને વધુ સારવારની જરૂર જણાતા આ યુવકને રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
Light rain likely at isolated places in various districts of #Gujarat during next three hours#GujaratRain #TV9News pic.twitter.com/22BWEG3nPN
— Tv9 Gujarati (@tv9gujarati) March 15, 2023
દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો, રામપુરામાં 7 ઘરના પતરાં તૂટ્યાં
દાહોદમાં આવેલા વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું છે જિલ્લાના છાપરી અને રામપુરામાં 7 ઘરના પતરા તૂટ્યાં છે. મકાન ઉપર લગાવેલા સિમેન્ટના પતરા ઉડતા ભારે નુકસાન થયું છે તો કલેક્ટર કચેરી વિસ્તારમાં એક વૃક્ષ પણ ધરાશાઇ થયું છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..