Gujarati Video : મહેસાણાની કિડ્સ કિંગડમ સ્કૂલની બકરી ઈદની ઉજવણી આફત બની ! સંચાલકે જાહેરમાં માફી માગી, શાળા માલિકે પાઠવી નોટિસ
પોલીસ સંરક્ષણ વચ્ચે શાળા સંચાલિકાએ ટોળાની વચ્ચે આવી માફી માગી હતી. શાળા સંચાલક રાશિ ગૌતમે માફી માગી ભૂલ સ્વીકારી હતી. તેમણે જણાવ્યું કે હવે વાલીઓ કે કોઈની લાગણી દુભાય તેવા કાર્યક્રમ નહીં કરીએ.
Mehsana : મહેસાણાની કિડ્સ કિંગડમ સ્કૂલ દ્વારા બકરી ઈદની (Bakari Eid) ઉજવણીનો મુદ્દો ગરમાતા શાળા સંચાલકે માફી માગી લીધી છે. પોલીસ સંરક્ષણ વચ્ચે શાળા સંચાલિકાએ ટોળાની વચ્ચે આવી માફી માગી હતી. શાળા સંચાલક આકાશ ગૌતમે માફી માગી ભૂલ સ્વીકારી હતી. તેમણે જણાવ્યું કે હવે વાલીઓ કે કોઈની લાગણી દુભાય તેવા કાર્યક્રમ નહીં કરીએ. તો બીજીબાજુ સ્કૂલ પ્રોપર્ટી માલિક દ્વારા સ્કૂલ સંચાલકને લીગલ નોટિસ (Legal notice) અપાઈ છે. સ્કૂલ સંચાલક આકાશ ગૌતમને 7 દિવસમાં પ્રોપર્ટી ખાલી કરવા નોટિસ અપાઈ છે. તાત્કાલિક ધોરણે પ્રિ -સ્કૂલ (Pre-school) બંધ કરવા નોટિસ અપાઈ હતી.
ગુરૂવારે બકરી ઈદ નિમિતે કિડ્સ કિંગડમ સ્કૂલમાં ઈદની ઉજવણી કરાઈ હતી. જેનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં હિંદુ બાળકો પાસે બકરી ઈદની ઉજવણી કરાવાઈ હતી. જેથી આજે સવારે હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સંતો, મહંતો સાથે બજરંગ દળના કાર્યકરો અને વાલીઓ મોટી સંખ્યામાં શાળાએ પહોંચ્યા હતા. બકરી ઇદની ઉજવણીથી વાલીઓની સાથે હિંદુ સંગઠનોમાં રોષ જોવાયો હતો.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
