Mehsana: મહેસાણા ઇનોવેશન ક્ષેત્રે રાજ્યમાં પ્રેરણાસ્ત્રોત બની રહેશે- આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહીને ઇનોવેશન ક્ષેત્રે થયેલ કામગીરીમાં મહેસાણા જિલ્લો રાજયના અન્ય જિલ્લાઓ માટે પ્રેરણાસ્ત્રોત બનવાનો હોવાનુ બતાવ્યુ હતુ.

મહેસાણા જિલ્લો વિકાસનુ મોડલ બનાવવા માટે પ્રયાસ શરુ કરવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રયાસ કરવાની આગેવાની લીધી છે. આ માટે રાજ્ય સરકારના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલ દ્વારા પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લામાં ગત 18 મે એ અમૃત મહેસાણા મિશન યુવાનોએ શરુ કર્યુ હતુ. જેના વડે ઈનોવેશન થકી યુવાનો આત્મનિર્ભર બને એ દિશામાં આગળ વધવાનો પ્રયાસ શરુ કરવામાં આવ્યો છે. આ માટે જિલ્લા ક્લેકટર કચેરી ખાતે ઈનોવેશન વર્કશોપ યોજવામાં આવ્યો હતો.
ઇનોવેશન વર્કશોપમાં રાજ્યના આરોગ્ય પ્રધાન વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. કેઓએ યુવાનોને માર્ગદર્શન આપવા ઉપરાંત મહેસાણા જિલ્લાને મોડલ બનાવવા માટે યુવાનોની સાથે વાર્તાલાપ કર્યો હતો. ગુજરાતમાં મહેસાણા જિલ્લો પહેલ કરવારુપ કાર્ય દર્શાવશે અને જેનાથી અન્ય જિલ્લાઓને પ્રેરણા મળી રહેશે.
આરોગ્ય પ્રઘાને આપ્યુ માર્ગદર્શન
મહેસાણા જિલ્લાનો છેલ્લા બે દાયકામાં ખૂબ જ વિકાસ થયો છે. રાજ્યમાં મહેસાણા જિલ્લો હવે અન્ય જિલ્લાઓ માટે પ્રેરણારુપ બનશે એવો ભરોસો આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વ્યક્ત કર્યો હતો. જિલ્લા કલેકટર કચેરી ખાતે આ માટે ઈનોવેશ વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. અમૃત મહેસાણા અને સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન મિશન વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાન ઋષિકેશ પટેલે વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી માર્ગદર્શન આપતા કહ્યુ હતુ કે, ઈનોવેશન ક્ષેત્રે થઈ રહેલી કામગીરીમાં મહેસાણા અન્ય જિલ્લાઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે. સ્ટાર્ટઅપ યુનિકોનની કામગીરી માટે મહેસાણા માર્ગદર્શક બનશે. આ કામગીરી મહેસાણા જિલ્લાના છેવાડાના માનવી સુધી પહોંચે અને ઈનોવેશન કામગીરી થાય એ દિશામાં કામગારી કરવાની વાત પ્રધાને કરી હતી.
આ પણ વાંચોઃ Gujarat Rain Video: માલપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો, લુણવાડા હાઈવે પરની કેટલીક દુકાનોમાં પાણી ભરાયા
વિદ્યાર્થીઓએ વિચાર રજૂ કર્યા
વર્કશોપમાં જિલ્લાની 22 જેટલી કોલેજના પ્રિન્સિપાલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વિદ્યાર્થીઓએ પણ ઉપસ્થિત રહીને વર્કશોપનો હિસ્સો બન્યા હતા. જેમાં એમ.એન કોલેજ વિસનગરના ઇનોવેશન ક્લબ વિધાર્થી પટેલ ધ્રુવ દ્વારા એસ.એમ..ઓ સોલર ટ્રાય સાઇકલ, અલીશા પટેલ દ્વારા તર્જનીના ટેરવે મધ્યયુગીન ગુજરાત સાહિત્ય 2.0 ની એપ્લીકેશન, કવન ચૌધરી અને ટીમ દ્વારા હર્બલ પ્રોડેકટ, ઋત્વીક ઠક્કર દ્વારા સીલ્વર નેનો પાર્ટીકલ, ધ્રુવી પટેલ દ્વારા બાયો સ્ટીમ્યુલેટર, ધારા નાયી દ્વારા હર્બલ સ્ક્રબ, વડનગર વિજ્ઞાન કોલેજની વિધાર્થીની દ્વારા સ્માર્ટ બેગ, સહિતના વિવિધ પ્રોજેક્ટના વિચારો રજૂ કરાયા હતા.