Ahmedabad: અમદાવાદ હાટકેશ્વરના ઓવરબ્રિજ છેડે બેફામ કારનો આતંક, અનેક વાહનોને અડફેટે લીધા, જુઓ CCTVમાં ઘટનાનો LIVE VIDEO

Ahmedabad: અમદાવાદ હાટકેશ્વરના ઓવરબ્રિજ છેડે બેફામ કારનો આતંક, અનેક વાહનોને અડફેટે લીધા, જુઓ CCTVમાં ઘટનાનો LIVE VIDEO

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2023 | 11:54 AM

અમદાવાદના હાટકેશ્વરના ઓવરબિજના છેડે એક કારે વહેલી સવારે અનેક વાહનોને અડફેટે લીધા, હાટકેશ્વરથી સીટીએમ જવાના માર્ગ પર શકરીબેનની ચાલીના રહીશોઓએ બહાર પાર્ક કરેલા વાહનો પર કાર ચડાવી કાર ચાલક ફરાર થઈ ગયો હતો.

અમદાવાદમાં સ્પીડનો સુમારમાં જીંદગીને છીનવી લેનારાઓ ઓછા નથી થઈ રહ્યા ત્યાં હવે ઘરની પાસે પાર્ક કરેલા વાહનો પર પણ ઓવરસ્પીડને લઈ અકસ્માત સર્જનારા વધી રહ્યા છે. અમદાવાદ પોલીસની સલાહને ગણી ન ગણી કરનારાઓના પાપે સરવાળે ગરીબ કે મધ્યવર્ગના લોકો જ ભોગ બને છે. આવા જ પ્રકારની ઘટના સામે આવી છે અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાંથી કે જેમા અનેક વાહનોનો ખુરદો બોલાવી દીધો ઓવરસ્પીડમાં હંકારનારા કાર ચાલકે.

અમદાવાદના હાટકેશ્વરના ઓવરબિજના છેડે એક કારે વહેલી સવારે અનેક વાહનોને અડફેટે લીધા, હાટકેશ્વરથી સીટીએમ જવાના માર્ગ પર શકરીબેનની ચાલીના રહીશોઓએ બહાર પાર્ક કરેલા વાહનો પર કાર ચડાવી કાર ચાલક ફરાર થઈ ગયો હતો.

મળી રહેલી માહિતિ પ્રમાણે ઘટનામાં નવ બાઈક, ચાર સાઈકલ અને એક પેડલ સાઈકલ પર કાર ચઢાવી દેતા ભારે નુકશાન થયું હતું. ઘટના વહેલી સવારે ચાર કલાકની આસપાસ બની હતી જે અંગે સ્થાનિકો દ્વારા અમરાઈવાડી પોલીસમાં જાણ કરવામાં આવી હતી. ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી જે બાદ શકરીબેનની ચાલીના રહીશોએ કાર ચાલકને ઝડપી પાડવા માટે અપીલ કરી હતી.

જણાવવું રહ્યું કે આ ચાલીના રહિશો એમ તો બહાર સુઈ જતા હોય છે પણ અમદાવાદમાં પડી રહેલા વરસાદને લઈ ઘરમાં સુઈ જતા સલમાન વાળી થતા અટકી ગઈ હતી. પોલીસ દ્વારા આ અંગે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તે જાણવા મળી શક્યુ નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 30, 2023 11:53 AM
g clip-path="url(#clip0_868_265)">