AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: ખેડાઃ ઉનાળાના પ્રારંભે જ મહેમદાવાદ પાલિકાનો વિચિત્ર નિર્ણય, મહેમદાવાદ પાલિકા વિસ્તારમાં એક જ વખત આપવામાં આવશે પાણી

Kheda: ઉનાળાના પ્રારંભે જ મહેમદાવાદ પાલિકાએ વિચિત્ર નિર્ણય લેતા મહેમદાવાદવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે. મહેમદાવાદ પાલિકા વિસ્તારમાં હવેથી એક જ વાર પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વોટરવર્ક્સના ત્રણ કરોડથી પણ વધારે રકમનું વીજબીલ બાકી હોવાથી પાલિકાએ પાણીકાપ કરવાનો નિર્ણય લીધો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2023 | 11:57 PM
Share

કરે કોઈ અને ભરે કોઈ… આ કહેવત તો તમે સાંભળી હશે. પણ ખેડા જિલ્લાના મહેમદાવાદના લોકોને તો આવી હાલાકી વેઠવાનો વારો આવી શકે છે. ઉનાળાના પ્રારંભે જ ખેડાના મહેમદાવાદમાં રહેતા લોકોને પાણીકાપની સમસ્યાનો સામનો કરવો પડશે. મહેમદાવાદમાં પાણીને લઈને કોઈ સમસ્યા નથી, કે નથી કોઈ સમારકામની કામગીરી. તેમ છતા પાલિકાની લાલિયાવાડીને કારણે લોકોને પાણી કાપ સહન કરવો પડશે. મહેમદાવાદ પાલિકાના વોટર વર્ક્સ વિભાગનું 3 કરોડથી પણ વધારેનું વીજબીલ ભરવાનું બાકી છે. વીજબીલ નહીં ભરતા MGVCLએ શહેર વિસ્તારની સ્ટ્રીટ લાઈટના જોડાણ પણ છેલ્લા 3 દિવસથી કાપી નાખ્યા છે.

હવે પાલિકાએ વધુ પડતું વીજબીલ બાકી હોવાથી પાણી કાપનો ઠરાવ કર્યો. લોકોને સામાન્ય રીતે બે સમય પાણી મળતું હતું. પરંતુ હવે ઉનાળે જ લોકોને પાણીની હાલાકી પડશે. બીજી તરફ પાલિકા ટુકડે ટુકડે વીજબીલ ભરી સ્થિતિ સામાન્ય કરવાની વાતો કરી રહી છે.

આ પણ વાંચો: Kheda: ગોબરધન પ્રોજેક્ટ અંતર્ગત પ્રગતિશીલ ખેડૂતે બાયગેસના વેસ્ટનો પણ કર્યો સદુપયોગ, જાણો ગોબરધન યોજનાની તમામ વિગતો

તાજેતરમાં જ મહેમદાવાદ નગરપાલિકામાં વીજ કનેક્શનો કપાઈ જતા નગરપાલિકાની આબરૂના લીરેલીરા ઉડ્યા હતા. સ્થિતિ એટલી તો કફોડી બની હતી કે સત્તાધીશોની બેદરકારીનો ભોગ પ્રજાને બનવું પડી રહ્યું હતુ. આખરે આર્થિક સ્થિતિ સુધારવા કોઈ રસ્તો નહીં શોધી શકતી નગરપાલિકાએ પાણીમાં કાપ મુકવાની રણનીતિ બનાવી પ્રજાનો રોષ  વહોરવાનો નિર્ણય કર્યો. વર્ષમાં 4 મહિના 2 ટંક જ્યારે 8 મહિના 1 ટંક પાણી આપવાના  ફરમાન જાહેર કરતા લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.

Follow Us
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક
જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
g clip-path="url(#clip0_868_265)">