Gujarati Video: દ્વારકામાં ભૂરાયાં થયેલા આખલાના આતંકથી માલમત્તાને ભારે નુકસાન, જુઓ વાયરલ Video

સરેરાશ રોજ એક ઘટના એવી સામે આવી રહી છે જેમાં રખડતા ઢોરની કનડગતનો ભોગ લોકો બની રહ્યા છે. બજારમાં ભૂરાયા થઈને દોડતા આખલા કેટલાય વેપારીઓની માલમત્તાને નુકસાન  પહોંચાડતા હોય છે 

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 5:50 PM

ગુજરાતમાં રખડતા ઢોરનો આતંક માઝા મૂકી રહ્યો છે ત્યારે રખડતા ઢોર ક્યારેક રસ્તામાં જતા લોકોને તો ક્યારેક લોકની માલમત્તાને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. હાલમાં એવો જ એક વીડિયો વાયરલ થયો છે જે દેવભૂમિ દ્વારકાનો છે. જેમાં ભરબજારે એક આખલો દોડતો આવે છે અને દોડતો આવીને એક રાહદારીને અડફેડે લે છે તેમજ થોડી વારમાં આખલો દોડીને દુકાનની બહાર મૂકેલા સામાનને નીચે પાડી દે છે. જેનાથી દુકાનદારને ભારે નુકસાન પહોંચ્યું છે.

ગુજરાતમાં રોજબરોજ આવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં રખડતા ઢોરના ત્રાસથી લોકોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે અને રખડતા ઢોરના આતંકથી લોકોનો જીવ ગયો હોય તેવી પણ ઘટના સામે આવી છે.

સરેરાશ રોજ એક ઘટના એવી સામે આવી રહી છે જેમાં રખડતા ઢોરની કનડગતનો ભોગ લોકો બની રહ્યા છે. બજારમાં ભૂરાયા થઈને દોડતા આખલા કેટલાય વેપારીઓની માલમત્તાને નુકસાન  પહોંચાડતા હોય છે

અમરેલીમાં પણ તાજેતરમાં જ આખલાઓએ મચાવ્યું હતું  દંગલ

રાજુલા શહેરમા સતત બીજા દિવસે આખલાઓનું બેફામ દંગલ જોવા મળ્યુ. રાજુલા નગરપાલિકા વિસ્તારમાં આખલાઓનું રાજ હોય તેવી સ્થિતિનું નિર્માણ હાલ થયું હતું. . રાજુલાના તાલુકા પંચાયત પાસે બે આખલા બેફામ રીતે એકબીજા પર આક્રમણ કરતા જોવા મળ્યા હતા. જે પછી આખલાઓએ એસ.ટી.બસ સ્ટેન્ડ વિસ્તારને બાનમા લીધું હતુ.

તાલુકા પંચાયત પાસેથી બાખડતા બાખડતા એસ.ટી.બસ સ્ટેન્ડમાં ઘૂસ્યા હતા. જે પછી આખલાઓ વાહન ચાલકોને લોકોને ઇજાના ન પહોચાડે તે માટે ટ્રેક્ટર ચાલક વચ્ચે પડ્યો હતો. બંને આખલા વચ્ચે ટ્રેક્ટર નાખી દોડાવી છુટા પડાવ્યા હતા, તેમ છતાં આખલા આક્રમણ રીતે બાખડતા જોવા મળ્યા હતા. આ ભયાનક અફરા તફરીના દ્રશ્યો 20 મિનિટ કરતા વધુ સમય સુધી જોવા મળ્યા હતા.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">