Gujarati Video : લો બોલો જામનગર મનપાએ રખડતા ઢોરને દૂર કરવા રસ્તા પર તૈનાત કર્યા કર્મચારીઓ, જુઓ Video

Gujarati Video : લો બોલો જામનગર મનપાએ રખડતા ઢોરને દૂર કરવા રસ્તા પર તૈનાત કર્યા કર્મચારીઓ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2023 | 2:04 PM

જામનગર શહેરના મુખ્ય માર્ગો પરના 29 સ્થળોએ મનપાના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યાં છે. જે લાકડી સાથે મુખ્ય માર્ગો પર રખડતા ઢોરને દુર કરવાની કામગીરી કરશે.

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક સતત જોવા મળે છે. જેના પગલે જામનગર મનપાએ રખડતા ઢોરની સમસ્યાનો કામચલાઉ ઉકેલ શોધી કાઢ્યો છે. જામનગર શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરને દૂર કરવા ખાસ માણસોને ફરજ પર મુકાયા છે. શહેરના મુખ્ય માર્ગો પરના 29 સ્થળોએ મનપાના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યાં છે. જેઓ લાકડી સાથે મુખ્ય માર્ગો પર રખડતા ઢોરને દુર કરવાની કામગીરી કરશે.

આ પણ વાંચો : Jamnagar : કૃષિમંત્રીએ લતીપુરમાં પશુપાલન શિબિરનો કરાવ્યો પ્રારંભ, નવા 13 પશુ દવાખાના શરુ કરવાની જાહેરાત

આ સિવાય શહેરના અન્ય 20 સ્થળ પર ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામા આવી છે. આમ શહેરના મુખ્ય માર્ગો પરના 49 સ્થળ પર રખડતા ઢોરને દુર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. તૈનાત કરેલા માણસો સવારે 9 થી 1 અને સાંજે 4 થી 8 વાગ્યા સુધી ફરજ બજાવશે. જે માટે તેમને દૈનિક રૂપિયા 452નું વેતન ચૂકવવામાં આવશે.

અમદાવાદમાં રખડતા ઢોર મામલે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થઈ હતી. જેમા ઢોર પકડવાના ખર્ચની સામે કામગીરી નહિવત હોવાની સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થઈ હતી. ઢોર પકડનાર ટીમ પાછળ એક મહિનામાં 35થી40 લાખનો ખર્ચ થયા હતો. એક દિવસમાં 10 ફરિયાદની સામે 65 જેટલા ઢોર પકડાય હતા. ઢોર પકડતી 21 ટીમમાં દરેક ટીમમાં પાંચથી સાત વાહનો હતા. આટલા મોટા પાયે સુવિધા હોવા છતા યોગ્ય કામગીરી ન થતી હોવાનું AMCના ધ્યાને આવ્યુ હતું.

g clip-path="url(#clip0_868_265)">