AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : આજે GUJCETની પરીક્ષા, વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, B અને ગ્રુપ ABના અંદાજે સવા લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

Gujarati Video : આજે GUJCETની પરીક્ષા, વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, B અને ગ્રુપ ABના અંદાજે સવા લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 8:48 AM
Share

રાજ્યભરમાંથી વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, B અને ગ્રુપ ABના અંદાજે સવા લાખથી વધુ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી યોજાનાર પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

રાજ્યભરમાં આજે ગુજકેટની પરીક્ષા યોજાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. રાજ્યભરમાંથી વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, B અને ગ્રુપ ABના અંદાજે 1,25,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી યોજાનાર પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

આ પણ વાંચો : Education News : 12 પાસ માટે સ્કોલરશિપ, ભારત સરકાર ચુકવશે તમારા હાયર એજ્યુકેશનની ફી

પરીક્ષામાં 120 મિનીટનો સમય મળશે

ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે, એટલે કે 40 પ્રશ્નો ભૌતિકવિજ્ઞાનના અને 40 પ્રશ્નો રસાયણવિજ્ઞાનના આમ કુલ 80 પ્રશ્નોના, 80 ગુણ અને 120 મિનિટનો સમય આપવામાં આવશે. OMR આન્સર સીટ પણ 80 પ્રત્યુત્તર માટેની રહેશે. આ સાથે જ, જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની OMR આન્સર સીટ પણ અલગ આપવામાં આવશે, એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં 40 પ્રશ્નોના 40 ગુણ અને 60 મિનિટનો સમય આપવામાં આવશે. મહત્વનુ છે કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના અંદાજે સવા લાખથી વધુ વિધાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપતા હોય છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 03, 2023 08:35 AM
g clip-path="url(#clip0_868_265)">