AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Education News : 12 પાસ માટે સ્કોલરશિપ, ભારત સરકાર ચુકવશે તમારા હાયર એજ્યુકેશનની ફી

અટલ બિહારી વાજપેયી જનરલ સ્કોલરશિપ માટે અપ્લાય કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ- a2ascholarships.iccr.gov.in ની મુલાકાત લેવી પડશે.

Education News : 12 પાસ માટે સ્કોલરશિપ, ભારત સરકાર ચુકવશે તમારા હાયર એજ્યુકેશનની ફી
atal bihar vajpayee scholarship 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2023 | 2:05 PM
Share

Atal Bihari Vajpayee Scholarship 2023 : 12મું પાસ કર્યા બાદ હવે હાયર એજ્યુકેશનમાં કોઈ મુશ્કેલી નહીં આવે. કેન્દ્ર સરકારની ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ દ્વારા અટલ બિહારી વાજપેયી જનરલ સ્કોલરશિપ શરૂ કરવામાં આવી છે. આ શિષ્યવૃત્તિ યોજના માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં 12મું પાસ વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપ માટે અપ્લાય કરી શકે છે. આમાં અપ્લાય કરવા માટે વ્યક્તિએ ઓફિશિયલ વેબસાઇટ- a2ascholarships.iccr.gov.in ની મુલાકાત લેવી પડશે.

આ પણ વાંચો : Scholarships : વિદેશમાં અભ્યાસ કરવા માટે ભારત સરકાર આપે છે શિષ્યવૃત્તિ, જાણો કેટલી આપે છે Scholarship

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અટલ બિહારી વાજપેયી જનરલ સ્કોલરશિપ માટેની અરજી પ્રક્રિયા આજથી એટલે કે 20 ફેબ્રુઆરી 2023થી શરૂ થઈ ગઈ છે. આમાં અરજી કરવા માટે વિદ્યાર્થીઓને 30 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ સ્કોલરશિ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવાની તક પણ મળશે.

ગવર્નમેન્ટ સ્કોલરશિપ માટે આ રીતે કરો અપ્લાય

આ સ્કોલરશિપ માટે અરજી કરવા માટે, સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ a2ascholarships.iccr.gov.in પર જવું પડશે. વેબસાઇટના હોમ પેજ પર ICCR સ્કોલરશિની લિંક પર ક્લિક કરો. અહીં અટલ બિહારી વાજપેયી જનરલ સ્કોલરશિપ સ્કીમ માટે અરજી કરવાનો વિકલ્પ ખુલશે. આમાં અરજી કરો અને તે પછી એક પ્રિન્ટ કાઢી લો.

સ્કોલરશિપ દ્વારા વિદ્યાર્થીઓ કરી શકશે હાયર એજ્યુકેશન

જાહેર કરાયેલી સૂચના મુજબ અટલ બિહારી વાજપેયી જનરલ સ્કોલરશીપ માટેની અરજી પ્રક્રિયા ઓનલાઈન મોડમાં હાથ ધરવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, વિદેશમાં ભારતીય મિશન દ્વારા શિષ્યવૃત્તિની ફાળવણી અને ઓફર લેટર જનરેટ કરવાની છેલ્લી તારીખ 30 જૂન છે તેમજ ઉમેદવારો 15 જુલાઈ સુધી ઓફર લેટર સ્વીકારી શકે છે. આ શિષ્યવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ અંડરગ્રેજ્યુએટથી પીએચડી સુધીનો અભ્યાસ કરી શકે છે.

આ વિદ્યાર્થીઓ કરી શકશે અપ્લાય

આ સ્કોલરશિપ માટે અરજી કરવા માટે વિદ્યાર્થીઓએ ભારતીય નાગરિક હોવું ફરજિયાત છે. વિદ્યાર્થીઓની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારની વાર્ષિક કૌટુંબિક આવક 6,00,000 થી વધુ ન હોવી જોઈએ. વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલી છેલ્લી પરીક્ષામાં ગુણ 50% થી ઓછા ન હોવા જોઈએ. આ ઉપરાંત ઉમેદવારોની ઓછામાં ઓછી 75% હાજરી હોવી આવશ્યક છે. ડિસ્ટેન્સ શિક્ષણ માટે આ સ્કોલરશિપ લાગુ પડતી નથી.

આ સ્કોલરશિપ યોજના ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા વર્ષ 2018 માં શરૂ કરવામાં આવી છે. આ સ્કોલરશિપમાં 190 દેશોના વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ કરવાની ઓફર કરવામાં આવે છે. વધુ વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અટલ બિહારી વાજપેયી જનરલ સ્કોલરશિપ માટે અરજી કરવા માટે 12મું પાસ હોવું ફરજિયાત છે. જેમાં 75% રિઝલ્ટ સાથે 12મું પાસ થનારને દર વર્ષે 10,000 રૂપિયા મળશે. 85% રિઝલ્ટ ધરાવતા વિદ્યાર્થીઓને દર મહિને 2,500 રૂપિયા આપવામાં આવશે.

Follow Us
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
g clip-path="url(#clip0_868_265)">