Gujarati Video: પૂર્વ CM વિજય રૂપાણીને સોંપાઇ દિલ્લીની જવાબદારી, 9 સાલ બેમિસાલ કેમ્પેઇન અંતર્ગત 3 લોકસભા બેઠકોમાં કરશે પ્રવાસ
Gandhinagar : રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણને દિલ્હીની જવાબદારી સોંપાઈ છે. 9 સાલ બેમિસાલ કેમ્પેઈન સંદર્ભે વિજય રૂપાણીને દિલ્હીની જવાબદારી સોંપાઈ છે. દિલ્હીની 3 લોકસભામાં વિજય રૂપાણી પ્રવાસ કરશે. જેમા ચાંદની ચોક, દિલ્હી નોર્થ અને દિલ્હી વેસ્ટમાં પ્રવાસ કરશે.
Gandhinagar: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હી જશે. મોદી સરકારના કેન્દ્રમાં 9 વર્ષ પુરા થવા પર ભાજપ દ્વારા 9 સાલ બેમિસાલ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યુ છે. આ કેમ્પેઈન અંતર્ગત વિજય રૂપાણીને દિલ્હીની જવાબદારી સોંપાઈ છે. આ દરમિયાન તેઓ 9 વર્ષ દરમિયાન કેન્દ્રની મોદી સરકારની કામગીરી જન જન સુધી પહોંચાડશે. વિજય રૂપાણી દિલ્હીના ત્રણ લોકસભા વિસ્તાર ચાંદની ચોક, દિલ્હી નોર્થ અને દિલ્હી વેસ્ટમાં પ્રવાસ કરશે. આ ત્રણે બેઠક પર હાલ ભાજપના સાંસદ છે. પંજાબના પ્રભારી બાદ વિજય રૂપાણીને દિલ્હીમાં પણ કેમ્પેઈનની જવાબદારી સોંપાઈ છે.
ભાજપના 9 સાલ બેમિસાલ કેમ્પેઈન અંતર્ગત કેન્દ્રીય મંત્રીઓને પણ અલગ અલગ વિસ્તારોની જવાબદારી સોંપાઈ છે. જેમા કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીને જમ્મુ કાશ્મીરની, વિદેશમંત્રી એસ જયશંકરને દિલ્હીની, નિર્મલા સીતારમણને કર્ણાટકની જવાબદારી સોંપાઈ છે. ભૂપેન્દ્ર યાદવને મહારાષ્ટ્રની, નરેન્દ્રસિંહ તોમરને યુપીની, ધર્મેન્દ્ર પ્રધાન અને સ્મૃતિ ઈરાનીને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપાઈ છે. જ્યોતિરાદિત્ય સિંધિયાને મહારાષ્ટ્ર, અર્જુનરામ મેઘવાલને પંજાબની, વી મુરલીધરનને આંધ્રપ્રદેશની અને કિરન રિજિજુને આસામની જવાબદારી સોંપાઈ છે.
ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો