Gandhinagar: કલોલના મૂલાસણા ગામે આવેલી જમીન કૌભાંડ પર વકરી રાજનીતિ, જમીન કૌભાંડના આક્ષેપો પૂર્વ CM વિજય રૂપાણીએ નકાર્યા

Gandhinagar: કલોલના મૂલાસણા ગામે આવેલી જમીન કૌભાંડ પર વકરી રાજનીતિ, જમીન કૌભાંડના આક્ષેપો પૂર્વ CM વિજય રૂપાણીએ નકાર્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2023 | 7:55 PM

મૂલાસણા ગામે આવેલી જમીનનું કૌભાંડ પર રાજનીતિ વકરી છે. જમીન કૌભાંડને લઈ કોંગ્રેસે વિજય રૂપાણી પર કરેલા આક્ષેપો તેમણે નકાર્યા છે. તેમણે કહ્યું કોંગ્રેસ રાજકીય રોટલા શેકે છે. લાંગા સામે તપાસનો ઓર્ડર મેં કર્યો હતો.

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની મૂલાસણા ગામે આવેલી જમીનનું કૌભાંડ રાજકીય તુલ પકડી રહ્યું છે. કોંગ્રેસે આ કેસમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સંડોવણીના આક્ષેપ લગાવ્યા બાદ વિજય રૂપાણી પણ સામે આવ્યા અને કોંગ્રેસના આરોપોને બાલીશ ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, લાંગાના કથિત પત્રને લઈને કોંગ્રેસ રાજકીય રોટલા શેકી રહી છે. વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી કે લાંગા સામે ફરિયાદો મળ્યા બાદ તપાસના આદેશ તેમણે જ આપ્યા હતા. જો કૌભાંડમાં તેમની સંડોવણી હોય તો શા માટે તેઓ ખૂદ તપાસ કરાવવા આદેશ કરે તેવી વાત કરી હતી.

આ પણ વાંચો : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, પીવાના પાણી સહીતના અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

વિજય રૂપાણીએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે પાંજરાપોળની જમીનનો કોઈ વિવાદ જ નથી. જે જમીનનો વિવાદ છે, તે કોઈ એક ખેડૂત પાસેથી લીઝ પર લીધેલી જમીનને લઈને છે. વિજય રૂપાણીએ કોંગ્રેસના આક્ષેપોને લઈને બદનક્ષીનો દાવો પણ કર્યો છે અને સાથે જ એવો પણ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ ભ્રષ્ટ અધિકારીઓને છાવરી રહી છે.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">